શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ચંદ્રયાન-2 પર પૂર્વ ઇસરોના ચીફ નાયરે કહ્યું - મિશનનું 95 ટકા ઉદ્ધેશ્ય સફળ રહ્યું
પૂર્વ ઇસરોના ચીફ નાયરે કહ્યું કે, મને લાગે છે કે આપણે વધારે હતાશ થવાની જરૂર નથી. મિશનનું 95 ટકા ઉદ્દેશ્ય પૂરા થયા છે. તેમણે કહ્યું આર્બિટર અંતરિક્ષમાં પહોંચી ગયું છે અને તેને મેપિંગનું કામ સારી રીતે કરવું જોઈએ.
બેંગ્લોર: ઇસરોના પૂર્વ અધ્યક્ષ જી. માધવન નાયરે શનિવારે કહ્યું કે ચંદ્રયાન-2 પોતાના મિશનના 95 ટકા ઉદ્દેશ્યોમાં સફળ રહ્યું છે. અંતરિક્ષ વિભાગના પૂર્વ સચિવ અને અંતરિક્ષ આયોગના પૂર્વ અધ્યક્ષ નાયરે કહ્યું કે ઑર્બિટર કામ કરી રહ્યું છે. તે ચંદ્રની કક્ષામાં ચક્કર લગાવી રહ્યું છે.
ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી તરફ આવતી વખતે 2.1 કિલોમીટરની ઉંચાઈ પર ઇસરો સ્ટેશન સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો, આ અંગે નાયરે કહ્યું કે, મને લાગે છે કે આપણે વધારે હતાશ થવાની જરૂર નથી. મિશનનું 95 ટકા ઉદ્દેશ્ય પૂરા થયા છે. તેમણે કહ્યું આર્બિટર અંતરિક્ષમાં પહોંચી ગયું છે અને તેને મેપિંગનું કામ સારી રીતે કરવું જોઈએ.
લગભગ એક દાયકા પહેલા ચંદ્રયાન-1 મિશનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું તેના બાદ ચંદ્રયાન મિશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં એક ઑર્બિટર, લેન્ડર(વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) સામેલ હતા. નાયરે કહ્યું કે જો કે લેન્ડર સાથે સંપર્ક તૂટવાનું ખૂબજ નિરાશાજનક છે અને તેણે તેની કલ્પના પણ નહોતી કરી.
પૂર્વ ઈસરો ચીફે કહ્યું , આ ખૂબજ નિરાશાનજક છે, સમગ્ર દેશને તેનાથી આશા હતા. તેમણે કહ્યું જ્યારે 2.1 કિલોમીટરનું અંતર બાકી હતું તે દરમિયાન અભિયાન ખૂબજ જટિલ હતું. કારણ કે તે સમયે યંત્રો અને થ્રસ્ટરને યોગ્ય રીતે કામ કરવાનું પરંતુ સંપર્ક તૂટી ગયો હતો.
નાયરે કહ્યું કે ઓછામાં ઓછા 10 એવા બિંદુ છે, જ્યા ભૂલ થઈ શકતી હતી. તેમણે કહ્યું વાસ્તવમાં ભૂલ ક્યાં થઈ તે અંગે અનુમાન લગાવવું મુશ્કેલ છે. જો કે હાલમાં ડેટાનું અધ્યયન ચાલું છે.
ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ શુક્રવાર-શનિવારની રાત્રે 1.53 વાગ્યે ચંદ્ર પર ઉતરવાનું હતું. લગભગ 1.38 મિનટે લેન્ડરને ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરુ થઈ. પરંતુ ચંદ્રની સપાટી તરફ આવતી વખતે 2.1 કિલોમીટરની ઉંચાઈ પર જમીની સ્ટેશન સાથે તેનો સંપર્ક તૂટી ગયો. ‘વિક્રમ’એ ‘રફ બ્રેકિંગ’ અને ‘ફાઈન બ્રેકિંગ’ફેઝને સફળતા પૂર્વક પૂરું કરી લીધું, પરંતુ સૉફ્ટ લેન્ડિંગ પહેલા તેનો સંપર્ક પૃથ્વી પરના સ્ટેશનથી તૂટી ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion