શોધખોળ કરો
Advertisement
ચંદ્રયાન-2ના લેન્ડિંગની ઐતિહાસિક ક્ષણને જોવા માટે PM મોદી બેગ્લોર પહોંચ્યા
વડાપ્રધાન મોદી ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાના ઐતિહાસિક ક્ષણને જોવા માટે ઇસરોના બેગલુરુ પહોંચી ગયા છે.
નવી દિલ્હીઃ ભારતનું ચંદ્રયાન-2 આજે મોડી રાત્રે (1: 55 વાગ્યે) ચંદ્ર પર ઉતરશે. બીજી તરફ ભારતની સાથે દુનિયા પણ આ ક્ષણની રાહ જોઇ રહી છે. આ ઐતિહાસિક લેન્ડિંગ પર ફક્ત ભારતની જ નહી પરંતુ આખી દુનિયાની નજર છે. વડાપ્રધાન મોદી ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાના ઐતિહાસિક ક્ષણને જોવા માટે ઇસરોના બેગલુરુ પહોંચી ગયા છે.
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ પીએમ મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઇસરો સેન્ટરમાં ઉપસ્થિત રહેશે. તેને કારણે તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ઇસરો સેન્ટરના ચારે તરફ લગભગ બે કિલોમીટરના વિસ્તારમાં લગભગ 1000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે.Karnataka: Prime Minister Narendra Modi arrives at Bengaluru Airport; received by CM BS Yeddiyurappa. He will reach ISRO centre in Bengaluru tonight ahead of landing of #Chandrayaan2 on the moon. pic.twitter.com/Bc9RngfjPl
— ANI (@ANI) September 6, 2019
ચંદ્રયાન-2ના લાઇવ ટેલિકાસ્ટિંગ બતાવવા માટે ઇસરોએ આખી વ્યવસ્થા કરી છે. ISTRACની અંદર જર્મન ટેકનોલોજીના સ્ક્રીન લગાવ્યા છે. જેથી મીડિયા અને સ્થાનિક લોકો આખી ઇવેન્ટની લાઇવ અપડેટ મેળવતા રહે. નોંધનીય છે કે 6 અને સાત સપ્ટેમ્બર દરમિયાન મોડી રાત્રે દોઢથી અઢી વાગ્યા વચ્ચે ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. ISRO ચીફ બોલ્યા- ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી અમે ઇતિહાસ રચીશુંThe final descent of #Chandrayaan2 to take place on the Lunar South Pole, tonight. #Visuals from ISRO Monitoring Centre in Bengaluru. pic.twitter.com/dZTcjmkg6G
— ANI (@ANI) September 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement