શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
છત્તીસગઢ-મહારાષ્ટ્રમાં સુરક્ષાદળોએ પાંચ નક્સલીઓને કર્યા ઠાર
છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં નક્સલ પ્રભાવિત વિસ્તારમાં નક્સલીઓ અને પોલીસ વચ્ચે અથડામણમાં 5 નક્સલીઓને ઠાર કર્યા છે.
રાયપુર: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં શનિવારે સાંજે સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં ત્રણ નક્સલીઓને ઠાર કર્યા છે. જ્યારે મહારષ્ટ્રના ગઢચિરોલીમાં પણ પોલીસ અથડામણમાં બે નક્લીઓને ઠાર કર્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરક્ષાદળોએ છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં અત્યાર સુધી 6 નક્સલીઓને ઠાર કર્યા છે. સુકમા જિલ્લાના પોલીસ અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના તાડમેટલા ગામ નજીક પોલીસ સાથે અથડામણમાં ત્રણ નક્સલીઓને ઠાર માર્યા છે.
આ પહેલા સુરક્ષાદળોએ દંતેવાડા જિલ્લામાં ગત રાતે બે નક્સલીઓ તથા આજે સવારે બીજાપૂર જિલ્લામાં એક નક્સલીને ઠાર કર્યો હતો આ વિસ્તાર નક્સલ વિરોધી અભિયાન ચાલુ છે. બીજી તરફ મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલીમાં નક્સલવાદી અને પોલીસ વચ્ચે અથડામણમાં બે નક્સલીનો ખાત્મો બોલાવાયો છે. પોલીસે જણાવ્યુ કે જિલ્લાના કોરચી જિલ્લામાં નારેકસા જંગલમાં અથડામણ ચાલી રહી છે. અત્યારે પોલીસ સર્ચ ઑપરેશન કરી રહી છે. બે નક્સલીઓના મૃતદેહ જપ્ત કરવામાં આવ્યા છે જ્યારે 6 નક્સલી ઈજાગ્રસ્ત છે.Sukma: Bodies of 3 Naxals recovered following an encounter between District Reserve Guard (DRG) and Naxals near Tadmetla. Huge cache of arms including one INSAS weapon recovered from the spot. More details awaited. #Chhattisgarh pic.twitter.com/yHf8VJluZ6
— ANI (@ANI) September 14, 2019
#Maharashtra: Two naxals killed in encounter with security forces in Gadchiroli's Gyarapatti village.
— ANI (@ANI) September 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
દુનિયા
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion