ભારતના પાડોશી દેશના આ મોટા શહેરોમાં એકજ દિવસમાં 24000 નવા કોરોના કેસ નોંધાતા ખળભળાટ, જાણો વિગતે
રિપોર્ટ અનુસાર, શુક્રવારે 20700 દર્દીઓ એવા મળ્યા છે જેમાં કોરોનાના લક્ષણો ન હતા. પરંતુ રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે. જ્યારે 3400 થી વધુ દર્દીઓ એવા મળ્યા છે જેમાં કોરોનાના લક્ષણો હતા.
નવી દિલ્હીઃ ચીનમાં કોરોનાની ચોથી લહેરે ભારે તબાહી મચાવવાનુ શરૂ કરી દીધુ છે. સૌથી ભયાનક સ્થિતિ શાંધાઇની છે. અહીં તમામ પ્રતિબંધો અને લૉકડાઉન બાદ પણ કોરોનાના કેસો અટકવાનુ નામ નથી લઇ રહ્યાં.
શુક્રવારે પણ કોરોનાના કેસો ઓછા નથી થઇ રહ્યાં. શુ્ક્રવારે અહીં શાંધાઇમાં એક જ દિવસમાં સૌથી વધુ કોરોના દર્દીઓ મળ્યા. રિપોર્ટ અનુસાર, શુક્રવારે 20700 દર્દીઓ એવા મળ્યા છે જેમાં કોરોનાના લક્ષણો ન હતા. પરંતુ રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે. જ્યારે 3400 થી વધુ દર્દીઓ એવા મળ્યા છે જેમાં કોરોનાના લક્ષણો હતા.
ચીન સરકારે લગભગ 15 દિવસ પહેલા જ કોરોના કેસો વધવાના કારણે શાંધાઇમાં કડક લૉકડાઉન લાગુ કરી દીધુ હતુ, પરંતુ ત્યારબાદ પણ ત્યાં સ્થિતિ કન્ટ્રૉલ નથી થઇ રહી. દરરોજ અહીં સૌથી વધુ દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ અનુસાર, અહીં દરરોજ કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. શાંધાઇ અને ચીનના અન્ય શહેરોમાં સંક્રમણની તપાસ પર વધુ ફોકસ કરવામાં આવી રહ્યો છે. કેટલાય રાઉન્ડનું ટેસ્ટિંગ થઇ રહ્યું છે. હૉસ્પીટલમાં કોરોના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, વધારાને બેડ અને વધારાની હૉસ્પીટલ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો.....
ભરઉનાળે માવઠાની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી
દીકરીના લગ્નમાં આ રાજ્ય સરકાર આપશે 1 લાખ રૂપિયાની આર્થિક મદદ! જાણો કોને મળશે આ યોજનાનો લાભ
Covid-19 Vaccine: કોરોનાના મિક્સ બૂસ્ટર ડોઝને જલદી મળી શકે છે મંજૂરી, જાણો વિગતે
કોંગ્રેસનું મિશન 2024: P.K ના સૂચનો પર કામ કરવા સોનિયાએ પેનલ બનાવી, જાણો કયા નેતાઓનો સમાવેશ થયો