શોધખોળ કરો
Advertisement
પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે હિંસક અથડામણમાં ત્રણ ભારતીય જવાન શહીદ
બન્ને સેનાના સીનિયર અધિકારી સ્થિતિને શાંત કરવા માટે બેઠક કરી રહ્યા છે. અહેવાલ અનુસાર અથડામણ દરમિયાન ચીનની સેનાના પણ કેટલુંક નુકસાન થયું છે.
નવી દિલ્હીઃ ભારત અને ચેનની વચ્ચે ચાલી રહેલ સરહદ વિવાદને લઈને એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગલવાન ખીણમાં ડી-એસ્કેલેશન પ્રક્રિયા દરમિયાન ગઈકાલે રાત્રે બન્ને પક્ષોના સૈનિકોની વચ્ચે હિંસક અથડામણ થઈ ગઈ. ચીનના હુમલામાં ભારતના ત્રણ જવાન શહીદ થયા છે. શહીદોમાંથી એક અધિકારી અને બે જવાન સામેલ છે. 1967 બાદ પહેલી ભારત અને ચીનની સરહદ પર આવી અથડામણ થઇ છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે સીડીએસની સાથે બેઠક કરી
બન્ને સેનાના સીનિયર અધિકારી સ્થિતિને શાંત કરવા માટે બેઠક કરી રહ્યા છે. અહેવાલ અનુસાર અથડામણ દરમિયાન ચીનની સેનાના પણ કેટલુંક નુકસાન થયું છે. ચીનની સાથે અથડામણને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સાથે બેઠક કરી છે. બેઠકમાં આર્મી ટીફ અને વિદેશ મંત્રી પણ જોડાયા હતા.
જણાવીએ કે, ચીન અને ભારતની સરહદ પર ગલવાન ખીણમાં ઘણાં દિવસથી તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન અહેવાલ આવ્યા હતા કે ચીન યુદ્ધભ્યાસ પણ કરી રહ્યું છે. તેના જવાબમાં ભારતે લદ્દાખ સરહદ પર યુદ્ભાભ્યાસ કરતા સૈનિકોનો વીડિયો શેર કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી જી કૃષ્ણન રેડ્ડીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ભારતીય સેનાનો જે વીડિયો શેર કર્યો હતો તે છેલ્લા વર્ષ સપ્ટેમ્બર મહિનાનો છે જ્યાં ઉત્તર કમાન્ડના લદ્દાખની નજીક ચીન સરહદ પર ચાંગધાંગ નામનું એક મોટું યુદ્ધભ્યાસ કરવામાં આવ્યું હતું. આ એક્સરસાઈઝથી ભારતે સમગ્ર વિશ્વને જણાવ્યું હતું કે ચીન સરહદ પર હવે માત્ર ઇન્ફેટ્રી સૈનિક જ નથી હતો પરંતુ ટેંક, મેકેનાઈઝ્ડ ફોર્સીસ, યૂએવી અને પેરા કમાન્ડો પણ હાજર હોય છે.During de-escalation process in Galwan Valley, a violent face-off took place last night with casualties. The loss of lives on Indian side includes an officer & 2 soldiers. Senior military officials of the two sides are currently meeting at the venue to defuse the situation: Army pic.twitter.com/Z3y9ocQu26
— ANI (@ANI) June 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement