શોધખોળ કરો
15 ઓક્ટોબરે મોદી અને જિંનપિંગ કરશે દ્ધપક્ષિય ચર્ચા, ઉઠી શકે છે મસૂદ અજહરનો મુદ્દો

નવી દિલ્લી: બ્રિક્સ શિખર સમ્મેલન પહેલા 15 ઓક્ટોબરે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે દ્ધપક્ષિય ચર્ચા થઈ શકે છે. આ અવસરે ભારત તરફથી મસૂદ અજહર અને આતંકવાદના મુદ્દા પર વાતચીત થવાની સંભાવના છે. જ્યારે ચીન સાથે સંયુક્ત સુરક્ષા પરિષદમાં સભ્યતાના મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના છે. ચીન દ્વારા હાલમાં આ મુદ્દા પર ભારત માટે નરમ વલણ જોવા મળ્યું છે. સંભાવના એવી પણ છે કે ભારત બ્રહ્મપુત્રની સહાયક નદીઓના જળના સ્વતંત્ર પ્રવાહ પર ચર્ચા કરી શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, ચીન અને ભારતની દ્ધપક્ષિય ચર્ચાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાશે.
વધુ વાંચો





















