શોધખોળ કરો
Advertisement
સુરક્ષાદળોએ લદ્દાખના ડેમચોક વિસ્તારમાંથી એક ચીની સૈનિકને ઝડપ્યો
પ્રોટોકોલ મુજબ હવે ચીની સેનાને પરત કરવામાં આવશે. ભારતીય સેનાએ તેની પુષ્ટી કરી છે.
લદ્દાખ: ભારતીય જવાનોએ લદ્દાખના ચુમાર-ડેમચોક વિસ્તારમાંથી એક ચીની સૈનિકને ઝડપી લીધો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, આશંકા છે કે ચીની સૈનિક અજાણતા ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો છે. પહેલાથી જ નક્કી પ્રોટોકોલ મુજબ હવે ચીની સેનાને પરત કરવામાં આવશે. ભારતીય સેનાએ તેની પુષ્ટી કરી છે.
સેનાએ કહ્યું, પૂર્વી લદ્દાખના ડેમચોકમાં પીએલએના એક સૈનિક કૉર્પોરેલ વાંગ યાં લોન્ગને પકડ્યો છે, તે નિયંત્રણ રેખા પર ભટકી ગયો હતો. પકડવામાં આવેલા પીએલએ સૈનિકને ઓક્સીજન, ભોજન અને ગરમ કપડા સહિત ચિકિત્સા સહાયતા આપવામાં આવી છે.
સેનાએ કહ્યું કે પ્રોટોકોલ મુજબ પકડવામાં આવેલા પીએલએ સૈનિકને લદ્દાખમાં ચુશૂલ-મોલ્ડો બેઠક સ્થળ પર ચીની અધિકારીઓને સોંપી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા છ મહીનાથી ભારત-ચીન સરહદ પર તણાવ છે. આ ગતિરોધને ઓછો કરવા માટે રાજકીય અને સૈન્ય સ્તર પર બેઠકો થઈ ચૂકી છે. પરંતુ કોઈ પરિણામ નથી આવ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement