Class 12 Exam Marksheet 2021 : સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને 31મી જુલાઇ સુધીમાં ધો-12ની માર્કશીટ તૈયાર કરવા આપ્યો આદેશ
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય બોર્ડને આદેશ આપ્યો છે કે, 10 દિવસમાં ધોરણ-12ની મુલ્યાંક પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. આ સાથે 31મી જુલાઇ સુધીમાં રિઝલ્ટ જાહેર કરવા પણ આદેશ આપ્યો છે.
નવી દિલ્લીઃ ધોરણ-12માં અભ્યાસના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય બોર્ડને આદેશ આપ્યો છે કે, 10 દિવસમાં ધોરણ-12ની મુલ્યાંક પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. આ સાથે 31મી જુલાઇ સુધીમાં રિઝલ્ટ જાહેર કરવા પણ આદેશ આપ્યો છે.
નોંધનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી. જેને કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. તેમજ તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે હવે તેમના પરિણામને લઈને સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે.
ધોરણ-12ની પરીક્ષા પર CBSE-ICSE ની નીતિને સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી, ફિઝિકલ પરીક્ષાના પરિણામ બાદ કોલેજમાં લઈ શકાશે એડમિશન
નવી દિલ્હીઃ CBSE અને ICSEની ધોરણ-12ની પરીક્ષા સાથે જોડાયેલી નીતિને સુપ્રીમ કોર્ટે આજે મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે, તેમાં વિદ્યાર્થીઓની જરૂરીયાતનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં બધા વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવાની માંગ કરવામાં આવી હતી.
આ વખતે કોરોનાની ગંભીર સ્થિતિને જોતા CBSE એ ધોરણ 12ની પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. બોર્ડ તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું કે, 3 વર્ષના એવરેજ આધાર પર 31 જુલાઈ સુધી પરિણામ જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને પરિણામથી સંતોષ નથી તેને લેખિત પરીક્ષાનો વિકલ્પ મળશે. આ પરીક્ષા 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે આયોજીત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
એક વાલી સંઘ તરફથી બોલતા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે દલીલ આપી કે આંતરિક મૂલ્યાંકનનું પરિણામ તો 31 જુલાઈ સુધી આવી જશે. પરંતુ લેખિત પરીક્ષાનું પરિણામ ઓક્ટોબર સુધી આવશે. તેનાથી કોલેજ એડમિશનમાં સમસ્યા થશે. એટલે લેખિત પરીક્ષા જુલાઈમાં યોજાઈ અથવા બન્નેના પરિણામ સાથે જાહેર થાય. કોર્ટે જુલાઈમાં લેખિત પરીક્ષાની માંગ ઠુકરાવી દીધી. પરંતુ બન્ને પરિણામ એક સાથે જાહેર કરવાની માંગ પર એટોર્ની જનરલ પાસે જવાબ માંગ્યો છે.
કેંદ્ર તરફથી રજૂ થયેલા એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યુ કે, આંતરિક મૂલ્યાંકનના પરિણામની પહેલા જાહેરાત વિદ્યાર્થીઓના હિતમાં છે. તેમને વધુ એક તક મળશે કે તે પરિણામ સુધારવા માટે લેખિત પરીક્ષા પણ આપી શકશે. વેણુગોપાલે કહ્યુ કે, યૂજીસી બધા કોલેજોને નિર્દેશ આપશે કે તે એડમિશન ત્યારે શરૂ કરે જ્યારે ફિઝિકલ પરીક્ષાનું પરિણામ આવી જાય.
સુનાવણી દરમિયાન કમ્પાર્ટમેન્ટ, પ્રાઇવેટ અને પત્રાચર વિદ્યાર્થીઓ તરફથી ચિંતા વ્યક્ત કરવામાં આવી કે આ કવાયતમાં તેમના વિશે વિચારવામાં આવી રહ્યું નથી. આ વર્ષે તેને કોલેજના એડમિશનમાં સમસ્યા થશે. CBSE એ વિશ્વાસ અપાવ્યો કે આ વિદ્યાર્થીઓની પરીક્ષા 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે થઈ જશે. કોર્ટે પોતાના આદેશમાં પણ તેની નોંધ કરી છે.