શોધખોળ કરો
લેપટોપ, સ્માર્ટફોન બાદ CM અખિલેશ શરૂ કર્યું સમાજવાદી મીઠાનું વેચાણ

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે શુક્રવારે સમાજવાદી મીઠાનું વેચાણ શરૂ કર્યું છે. અખિલેશ સરકારે દાવો કર્યો છે કે આ યોજના દ્વારા ગરીબ લોકોને આયોડીન યુક્ત મીઠું પૂરૂ પાડવામાં આવશે. અગાઉ યુ.પી.માં અખિલેશ સરકારે સમાજવાદી પેન્શન, સમાજવાદી લેપટોપ, સમાજવાદી સ્માર્ટફોન, સમાજવાદી એમ્બ્યુલન્સ પણ શરૂ કર્યાં છે. શરૂઆતના તબક્કામાં ઉત્તર પ્રદેશના 10 જીલ્લામાં મીઠાંનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત લોકોને આર્યન અને આયોડિન યુક્ત મીઠું પૂરૂ પાડવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, "અમારી સરકાર સતત સારા કાર્યો કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તમારું અને આગામી પેઢીનું આરોગ્ય સારૂ રહે તે જવાબદારી અમારી સરકારની છે, યુ.પી.માં લોકોના આરોગ્ય અને તેમના શિક્ષણના સ્તર સુધરે તેવો સમાજવાદીઓનો પ્રયત્ન રહેશે." 10 જીલ્લાઓ મીઠાનું વિતરણ કરાશે લખનઉ, સિદ્ધાર્થનગર, મુરાદાબાદ, ફારૂખાબાદ, ઇટાવા, ઓરૈયા, હમીરપુર, ફૈઝાબાદ, સંતકબીરનગર, માઉ માં 60 હજાર ટન મીઠાનું વિતરણ થશે. આ પ્રસંગે મુખ્ય મંત્રી અખિલેશ યાદવે નોટબંધી નિર્ણય પર સરકાર પર નિશાન તાકતા કહ્યું કે સરકારના આ નિર્ણયની સૌથી મોટી અસર ગરીબ વર્ગ પર થઈ છે. લોકો ચુંટણીમાં આ સરકારને જવાબ આપશે.
વધુ વાંચો





















