શોધખોળ કરો
Advertisement
તેલંગણા: CM કેસીઆર CAA વિરુદ્ધ વિધાનસભામાં લાવશે પ્રસ્તાવ કહ્યું- જરૂર પડશે તો ઐતિહાસિક જનસભા પણ કરીશ
કે ચંદ્રશેખરરાવે કહ્યું જરૂર પડશે તો 10 લાખ લોકોને ભેગા કરી આ કાયદા વિરૂદ્ધમાં જનસભા પણ કરીશ.
હૈદરાબાદ: નાગરિકતા સંશોધન કાયદો સંસદમા પાસ થયા બાદ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. કેરલ, પંજાબ, રાજસ્થાનમાં આ કાયદાની વિરૂદ્ધમાં વિધાનસભામાં પ્રસ્તાવ પણ પાસ થયા છે. હવે આ કડીમાં એક નવી રાજ્ય ઉમેરાયું છે. તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કહ્યું તેમના રાજ્યમાં પણ નવો કાયદો લાગુ નહી થાય.
આવનાર વિધાનસભા સત્રમાં તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆરે આ કાયદાની વિરૂદ્ધમાં પ્રસ્તાવ લાવવાની વાત કરી હતી. કેસીઆર બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સતત સંપર્કમાં છે. કે ચંદ્રશેખરરાવે કહ્યું જરૂર પડશે તો 10 લાખ લોકોને ભેગા કરી આ કાયદા વિરૂદ્ધમાં જનસભા પણ કરીશ.
સંસદમાં કાયદો પાસ થયા બાદથી જ દેશભરમાં આ કાયદા વિરૂદ્ધમાં પ્રદર્શનો ચાલુ છે. તેલંગણામા પણ ઘણા દિવસોથી ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ બધા કેસીઆરના નિવેદનની રાહ જોઈ રહ્યા હતા. મુખ્યમંત્રી કેસીઆરે કાલે મીડિયા સાથે વાત કરતા પોતાનો નિર્ણય જણાવ્યો હતો. તેમણે કહ્યું મે વ્યક્તિગત રીતે ગૃહમંત્રી અમિત શાહને જણાવ્યું હતું કે તેઓ આ બિલની વિરૂદ્ધ છે.
પોતાની પાર્ટીનો મત રજૂ કરતા તેમણે કહ્યું કે તેમની પાર્ટી સ્વભાવથી ધર્મનિરપેક્ષ છે અને આ બિલનો વિરોધ આગળ પણ યથાવત રહેશે. ગેર બીજેપી રાજ્યના 16 મુખ્યમંત્રીઓ સાથે સંપર્કમાં રહેતા કેસીઆરે એ પણ સંભાવનાઓ વ્યક્ત કરી કે 10 લાખ લોકોની ભીડ સાથે આ કાયદાના વિરોધમાં જનસભા પણ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement