શોધખોળ કરો
Advertisement
CM યોગીએ બનાવ્યો રેકોર્ડ, 16 મહિનામાં UPના તમામ 75 જિલ્લાઓનો કર્યો પ્રવાસ
લખનઉઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે એક રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે 16 મહિનાના પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યના તમામ 76 જિલ્લાનો પ્રવાસ કરી લીધો છે.
એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, રાજ્ય સરકારના એક પ્રવક્તાએ કહ્યું કે, 23 જૂલાઇ 2018ના રોજ હાથરસના પ્રવાસ સાથે મુખ્યમંત્રીએ 16 મહિનામાં રાજ્યના તમામ 75 જિલ્લાનો પ્રવાસ કરી લીધો છે. આ એક રેકોર્ડ છે. પ્રવક્તાએ કહ્યું કે, યોગી આદિત્યનાથે 19 માર્ચ 2017ના રોજ મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતુ. તે શરૂઆતથી જ રાજ્યભરમાં ફરી રહ્યા છે. સરકારી કાર્યક્રમોમાં સામેલ થાય છે અને કાયદાકીય વ્યવસ્થા અને વિકાસની સ્થિતિની સમીક્ષા કરે છે. રાજ્ય સરકારની પ્રાથમિકતાઓ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસના અધિકારીઓને સમજાવે છે કે રાજ્યનો કોઇ હિસ્સો પોતાને અલગ ના અનુભવે.
તેમણે કહ્યું કે, એવું નથી કે યોગી 75 જિલ્લાઓનો પ્રવાસ કરીને આવ્યા છે પરંતુ તેમણે કેટલાક પ્રવાસમાં રાત્રી રોકાણ પણ કર્યું છે, જરૂરીયાત પડવા પર કેટલાક જિલ્લાઓને અનેકવાર પ્રવાસ પણ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભા બેઠક વારાણસી અને ત્યાંના આસપાસનો વિસ્તાર મુખ્યમંત્રીના પ્રાથમિકતાઓમાંથી એક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement