શોધખોળ કરો
Aadhaar Card New Rules: આધાર કાર્ડ કઢાવવું અને અપડેટ કરવું હવે બન્યું સરળ, UIDAI એ જાહેર કર્યું ડોક્યુમેન્ટ્સનું નવું લિસ્ટ
જન્મ તારીખથી લઈને સરનામાં સુધીના ફેરફાર માટે નિયમો બદલાયા, બાળકો અને વડીલો માટે અલગ ગાઈડલાઈન જાહેર; ચેક કરો સંપૂર્ણ યાદી.
ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) દ્વારા આધાર કાર્ડની નોંધણી અને તેમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. 'આધાર (નોંધણી અને અપડેટ) થર્ડ એમેન્ડમેન્ટ રેગ્યુલેશન્સ, ૨૦૨૫' અંતર્ગત જાહેર કરવામાં આવેલા આ નવા નિયમોનો મુખ્ય હેતુ નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાનો છે. આ નવા નિયમોમાં નામ, સરનામું કે જન્મ તારીખ બદલવા માટે માન્ય દસ્તાવેજોની એક નવી અને વિસ્તૃત યાદી જાહેર કરવામાં આવી છે, જે ૧૮ વર્ષથી વધુ વયના પુખ્ત નાગરિકોથી લઈને બાળકો અને વરિષ્ઠ નાગરિકો સુધીના તમામ વર્ગના લોકોને લાગુ પડશે.
1/6

પુખ્ત વયના એટલે કે ૧૮ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે દસ્તાવેજોને મુખ્યત્વે ચાર શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે: ઓળખનો પુરાવો (PoI), સરનામાનો પુરાવો (PoA), જન્મ તારીખનો પુરાવો (PoB) અને સંબંધનો પુરાવો (PoR). જેમાં ઓળખ અને સરનામા બંને માટે ભારતીય પાસપોર્ટ, મતદાર ઓળખ કાર્ડ (Voter ID), રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકારી સેવા આઈડી કાર્ડ અને પેન્શનર કાર્ડ જેવા દસ્તાવેજો માન્ય ગણાશે. આ ઉપરાંત, મનરેગા (MGNREGA) જોબ કાર્ડ, જાતિ પ્રમાણપત્ર અને UIDAI ના નિયત ફોર્મેટમાં સાંસદ કે ધારાસભ્ય જેવા ગેઝેટેડ ઓફિસર દ્વારા જારી કરાયેલું પ્રમાણપત્ર પણ સ્વીકાર્ય રહેશે.
2/6

માત્ર સરનામાના પુરાવા (PoA) તરીકે ઉપયોગમાં લેવાતા દસ્તાવેજો માટેના નિયમોમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. હવેથી વીજળી બિલ, પાણીનું બિલ, ટેલિફોન/મોબાઈલ બિલ, બ્રોડબેન્ડ બિલ અથવા ગેસ કનેક્શનનું બિલ સરનામાના પુરાવા તરીકે માન્ય રહેશે, પરંતુ શરત એ છે કે આ બિલ ૩ મહિનાથી વધુ જૂના ન હોવા જોઈએ. આ સિવાય પ્રોપર્ટી ટેક્સની રસીદ, બેંક પાસબુક કે સ્ટેટમેન્ટ, રજિસ્ટર્ડ લીઝ ડીડ અને ઓછામાં ઓછા ૧ વર્ષ માટે માન્ય હોય તેવી વીમા પોલિસી પણ સરનામાના પુરાવા તરીકે રજૂ કરી શકાશે.
Published at : 29 Nov 2025 07:09 PM (IST)
આગળ જુઓ
Advertisement




















