શોધખોળ કરો

Congress : પિતા મલ્લિકાર્જુન ખડગેના પગલે દિકરો, PM મોદી પર કરી 'અભદ્ર' ટિપ્પણી

પ્રિયંક ભૂતપૂર્વ પ્રધાન રહી ચૂક્યા છે અને આ વખતે કર્ણાટકના કાલબુર્ગી જિલ્લાના ચિત્તપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ફરી ચૂંટણી લડી રહ્યાં છે.

Karnatala Assembly Election : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બાદ હવે તેમના પુત્ર પ્રિયંક ખડગેએ પણ પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ઝેરી સાપ' ગણાવ્યા હતાં. મલ્લિકાર્જુન ખડગેની આ ટિપ્પણીને લઈને વિવાદ શાંત નથી થયો ત્યારે હવે તેમના પુત્રએ વિવાદાસ્પદ નિવેદન આપતા હોબાળો મચી જવા પામ્યો છે. 

પ્રિયંક ભૂતપૂર્વ પ્રધાન રહી ચૂક્યા છે અને આ વખતે કર્ણાટકના કાલબુર્ગી જિલ્લાના ચિત્તપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ફરી ચૂંટણી લડી રહ્યાં છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન અને તેમની પાર્ટીએ અનુસૂચિત જાતિ સમુદાય માટે અનામતને લઈને ભ્રમણા ઉભી કરી છે.  હવે મલ્લિકાર્જુન ખડગે કે જેઓ કોંગ્રેસના અધ્યક પણ છે. તેમના પુત્ર પ્રિયંક ખડગેએ વડાપ્રધાનને 'નાલાયક' ગણાવ્યા છે. 

પ્રિયંકે પીએમ મોદીને લઈને કહ્યું કે... 

પ્રિયંક ખડગેએ લોકોને કહ્યું હતું કે, “જ્યારે પીએમ મોદી ગુલબર્ગ (કલબુર્ગી) આવ્યા ત્યારે તેમણે બંજારા સમુદાયના લોકોને શું કહ્યું? તમે બધા ડરશો નહીં. બંજારાનો એક પુત્ર દિલ્હીમાં બેઠો છે. જો આવો નાલાયક દીકરો દિલ્હીમાં બેઠો હશે તો તમે તમારો પરિવાર કેવી રીતે ચલાવશો?"

"પ્રધાનમંત્રીએ અનામતને લઈને ભ્રમ ઉભો કર્યો"

કોંગ્રેસ અધ્યક્ષના પુત્ર પ્રિયાંક ખડગેએ વધુમાં કહ્યું હતું કે, અમે જે કહીએ છીએ તે એ છે કે તેમણે (વડાપ્રધાન) પોતાને બંજારા સમુદાયના પુત્ર તરીકે રજૂ કર્યા અને આરક્ષણ અંગે ભ્રમણા ઉભી કરી. શું બંજારા સમુદાય સાથે અન્યાય થયો ન હતો? શિકારીપુરા (શિવમોગા જિલ્લો) ) યેદિયુરપ્પાના ઘર પર શા માટે પથ્થરમારો કરવામાં આવ્યો? કલબુર્ગી અને જેવરગીમાં શા માટે બંધ પાળવામાં આવ્યો? આજે અનામતને લઈને મૂંઝવણ ઉભી થઈ છે.

પ્રિયંક, જે સિદ્ધારમૈયા સરકારમાં મંત્રી હતા તેમણે કહ્યું હતું કે, "વડાપ્રધાને તેમની છેલ્લી મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, તેઓ કોળી સમુદાય અને કબાલિગા અને કુરુબા સમુદાયના પુત્ર છે. આજે તેઓ પોતાને બંજારા સમુદાયનો પુત્ર કહે છે. 

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પ્રિયાંકના પિતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમણે પીએમ મોદીને ઝેરીલા સાપ ગણાવ્યા હતાં. જેનો પીએમ મોદીએ વળતો જવાબ આપ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Embed widget