શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર પાસે કૉંગ્રેસની માંગ, જનધન,પેન્શન અને PM કિસાન ખાતામાં નાખવામાં આવે 7500 રૂપિયા
કૉંગ્રેસે મોદી સરકાર પાસે દરેક જનઘન ખાતા, પ્રધાનમંત્રી કિસાન ખાતા અને વુદ્ધ વિધવા અને વિકલાંગ પેન્શન ખાતામાં 7500 રૂપિયા મોકલવાની માંગ કરી છે.
નવી દિલ્હી : કૉંગ્રેસે મોદી સરકાર પાસે દરેક જનઘન ખાતા, પ્રધાનમંત્રી કિસાન ખાતા અને વુદ્ધ વિધવા અને વિકલાંગ પેન્શન ખાતામાં 7500 રૂપિયા મોકલવાની માંગ કરી છે. કૉંગ્રેસે કેંદ્ર સરકારને કહ્યું કે કોરોના વાયરસના કારણે ગરીબ લોકોનો રોજગાર ખત્મ થયો છે એવામાં બે ટકનું જમવાનું મળી રહે તે માટે તમામ જન ધન ખાતામાં સરકાર તરફથી 7500 રૂપિયા તાત્કાલિક જમા કરાવવા જોઈએ.
પૂર્વ મંત્રી અને કૉંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું, લઘુ ઉદ્યોગ સંપૂણ રીતે ખત્મ થયો છે. એવામાં જન ધન ખાતાની સાથે પ્રધાનમંત્રી કિસાન ખાતા, વુદ્ધ, વિધવા અને વિકલાંગ ખાતામાં પણ કેંદ્ર સરકારે તાત્કાલિક 7500 રૂપિયા મોકલવા જોઈએ એટલે આગામી મહિના સુધી તમામ જરૂરિયાતમંદ લોકો માટે જમવાનું વ્યવસ્થા થઈ શકે.
કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ત્રણ દિવસ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની અધ્યક્ષતામાં એક વિચાર વિમર્શ કમિટી બનાવી હતી, જેમાં રાહુલ ગાંધી,પી ચિદમ્બરમ સહિત કૉંગ્રેસના કુલ 11 નેતાઓ છે. મનમોહન સિંહની અધ્યક્ષતામાં આ કમિટીની પ્રથમ બેઠક આજે મળી હતી જેમાં આ વાત પર જોર આપવામાં આવ્યું હતું કે કેંદ્ર સરકારે 7500 રૂપિયા નાખવા જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement