શોધખોળ કરો
Advertisement
Twitter પર આવ્યાના મહિના બાદ પ્રિયંકા ગાંધીએ કર્યું પ્રથમ ટ્વિટ, જાણો શું લખ્યું....
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બહેન અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકા ગાંધીને પાર્ટીમાં રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા બાદથી તેમના પ્રથમ ભાષણની લોકો રાહ જોઈ રહ્યા હતા. સામાન્ય લોકોથી લઈને પોલિટિકલ એક્સપર્ટ્સ સુધીના એ જોવા માગતા હતા કે તે પોતાના ભાષણમાં ક્યા મુદ્દા ઉઠાવે છે. ત્યારે મંગળવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગ બાદ પ્રિયંકાએ અમદાવાદમાં પ્રથમ ભાષણ આપ્યું. એટલું જ નહીં ત્યાર બાદ મોડી રાત્રે તેણે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પ્રથમ વખત ટ્વિટ પણ કર્યું.
ટ્વિટમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સાબરમતીની સાદગીમાં સત્ય જીવંત છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા 10 ફેબ્રુઆરીએ ટ્વિટર પર આવ્યા હતા. પ્રિયંકાએ મહાત્મા ગાંધીના એક કથનને ટાંકીને બીજું ટ્વિટ કર્યું કે, જો હિંસાના ઉદ્દેશ્યમાં કંઈક સારું દેખાય છે તો તે કામચલાઉ છે. હિંસામાં હંમેશા દુષ્ટતા જ હોય છે.In the simple dignity of Sabarmati, the truth lives on.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 12, 2019
“I object to violence because when it appears to do good, the good is only temporary; the evil it does is permanent.”
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 12, 2019
Mahatma Gandhi pic.twitter.com/bxh4cT3Y5O
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement