શોધખોળ કરો
Advertisement
જન આક્રોશ રેલીમાં સોનિયા ગાંધીનો હુંકાર, કહ્યું- મોદી સરકારના તમામ વચનો ખોટા
નવી દિલ્હી: ભ્રષ્ટાચાર, બેરોજગારી, આર્થિક સ્થિતિ, મહિલાઓ સામે વધી રહેલા ગુનાઓ, દલિતો પર થઈ રહેલા અત્યાચાર, ન્યાયપાલિકા પર પ્રહારો અને સામાજિક અશાંતિ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે સોનિયા ગાંધીએ દિલ્હીના રામલીલા મેદાન પર જન આક્રોશ રેલીને સંબોધન કર્યું. જન સભાને સંબોધન કરતા સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું કે પીએમ મોદી લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે મોદી સરકારના ચાર વર્ષમાં કંઈજ થયું નથી. મોદી સરકારના તમામ વાયદા ખોટા છે. તેમણે સત્તા માટે ખોટું બોલ્યાં. તેમણે કહ્યું કે લોકોની બોલવાની આઝાદી નથી, મીડિયાને રોકવામાં આવે છે. તેમણે કહ્યું અત્યારે સતર્ક રહેવાની જરૂર છે. જનતા અમને સાથ આપવા તૈયાર છે અને અને હંમેશાની જેમ સંઘર્ષ કરવા માટે તૈયાર છે.
કૉંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીની દિલ્હીમાં આ પ્રથમ રેલી હશે. આ રેલી કર્ણાટક ચૂંટણી પહેલા થઈ રહી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 12 મે ના રોજ મતદાન થશે.
કૉંગ્રેસના મહાસચિવ અશોક ગહલોતે કહ્યું કે સમાજના તમામ વર્ગો ગરીબ, વૃદ્ધ,યુવા, ખેડૂત, મહિલાઓમાં આક્રોશ છે. તેથી જન આક્રોશ રેલીનું નામ આપ્યું છે. તેમણે કહ્યું લડાઈની શરૂઆત રવિવારથી થશે અને એક નવી ક્રાંતિ શરૂ થશે. જનતા માટે, સંઘર્ષ માટે, કૉંગ્રેસી કાર્યકર્તા આ સંદેશને પ્રસારિત કરવા માટે દેશના ખૂણે ખૂણામાં જશે.
કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું, દેશ અને કૉંગ્રેસ માટે આ એક ઐતિહાસિક દિવસ રહેશે, ભારતની રાજનીતિને પરિવર્તન કરવા માટે એક નવા યુગની શરૂઆત થશે. સુરજેવાલાએ કહ્યું, આખો દેશ ભ્રષ્ટાચાર, બેન્ક કૌભાંડ, રાફેલ કૌભાંડ, બેરોજગારી અને દિવસે દિવસે જે પ્રકારે વેપાર ઘટી રહ્યો છે. તેને લઈને જનતામાં આક્રોશ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement