શોધખોળ કરો
Advertisement
વારાણસી: સંત રવિદાસના દરબારમાં પ્રિયંકા ગાંધીએ માથું ટેક્વ્યું, લંગરમાં પણ ભાગ લીધો
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વારાણસીમાં સંત રવિદાસ જયંતી પર એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
લખનઉ: કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વારાણસીમાં સંત રવિદાસ જયંતી પર એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. પ્રિયંકા ગાંધીએ કાર્યક્રમમાં કહ્યું, સંત શિરોમણિ ગુરૂ રવિદાસે એક એવા સમાજનું નિર્માણ કરવાનું સપનું જોયું હતું, જ્યાં કોઈ ભેદભાવ અથવા ઉંચ-નીચની ભાવના ન હોય.
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ત્યાં માથું ટેકાવ્યું હતું અને ત્યાં ચાલતા લંગરમાં પણ ભાગ લીધો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું , આજે અહીં આવી ઘણી ખુશી થઈ રહી છે. દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી આવતા લોકોનું હું સ્વાગત કરૂ છુ. મારુ સૌભાગ્ય છે કે, અહીં માથુ ટેકવવા મળ્યું. કબીર અને રવિદાસે સૌને સાથે મળી રહેવાનું શિખવ્યું છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું, તમારે બધાએ સંત રવિદાસની શિક્ષાએ બધાએ શિક્ષણને જન-જન સુધી લઈ જવાની જરૂર છે. ખાસ કરીને એવા સમયમાં જ્યારે સમાજની અંદર આટલી હિંસા અને નફરત છે.'Varanasi: Congress General Secretary for Uttar Pradesh (East) Priyanka Gandhi Vadra attends a Sant Ravidas Jayanti Program. pic.twitter.com/R9bqOIuNJP
— ANI UP (@ANINewsUP) February 9, 2020
આ કાર્યક્રમ પહેલા પ્રિયંકા ગાંધીએ સંત રવિદાસ મંદિરમાં પૂજા કરી અને લંગરમાં પણ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે 14મી સદીના સંત રવિદાસનું બોદ્ધ,શિખ અને હિંદુ ઘર્મોમાં ખાસ આદર છે. વારાણસીમાં જન્મેલા રવિદાસ ભક્તિ આંદોલન સાથે જોડાયેલી પ્રમુખ હસ્તી હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion