શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર-હરિયાણામાં કોંગ્રેસ હારી રહી છે, વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે વ્યક્ત કરી આશંકા
કદાચ કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણી પણ નહીં જીતી શકે. તેમને કહ્યું કે, કોંગ્રેસનો સંઘર્ષ એ હદે વધી ગયો છે કે તે પોતાનુ ભવિષ્ય નક્કી કરવામાં પણ સક્ષમ નથી
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાંના પડધમ વાગી ગયા છે, ચૂંટણીમાં લડાઇ કોંગ્રેસ અને ભાજપની છે, પણ હવે સમાચાર એવા છે કે કોંગ્રેસમાં આતંરિક લડાઇ પણ શરૂ થઇ ગઇ છે. ચૂંટણીના માહોલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે મોટો ધડાકો કર્યો છે, તેમના મતે બન્ને રાજ્યોમાં કોંગ્રેસની હારની શક્યતા વધુ છે, કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે જેના કારણે પરિણામો ખરાબ જોવા મળી શકે છે.
સલમાન ખુર્શીદે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, કદાચ કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણી પણ નહીં જીતી શકે. તેમને કહ્યું કે, કોંગ્રેસનો સંઘર્ષ એ હદે વધી ગયો છે કે તે પોતાનુ ભવિષ્ય નક્કી કરવામાં પણ સક્ષમ નથી, કોંગ્રેસનુ ભવિષ્ય હાલ અદ્ધરતાલ જેવુ છે.
ખુર્શીદે વધુમાં કહ્યું કે, કોંગ્રેસમાંથી સતત નેતાઓ પાર્ટી છોડીને જઇ રહ્યાં છે, લોકસભા ચૂંટણીમાંથી બહાર આવતા કોંગ્રેસને ખુબ મોડી થઇ ગયુ છે. પાર્ટીએ સાથે બેસીને લોકસભા ચૂંટણીનુ વિશ્લેષણ નથી કર્યુ કે કેમ પાર્ટી લોકસભા ચૂંટણી હારી ગઇ. સૌથી મોટી સમસ્યા છે કે અમારા નેતાઓએ પદ છોડી દીધા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement