શોધખોળ કરો
દિલ્હી: જામિયામાં નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શનમાં સામેલ થયા શશિ થરૂર
કોંગ્રેસના નેતા અને સાંસદ શશી થરૂર દિલ્હીમાં જામિયા મીલીયા ઇસ્લામીયા સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
![દિલ્હી: જામિયામાં નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શનમાં સામેલ થયા શશિ થરૂર Congress MP Shashi Tharoor join protest against CAA outside Jamia Millia Islamia દિલ્હી: જામિયામાં નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શનમાં સામેલ થયા શશિ થરૂર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/12212954/shashi-tharoor.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: કોંગ્રેસના નેતા અને સાંસદ શશી થરૂર દિલ્હીમાં જામિયા મીલીયા ઇસ્લામીયા સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છેકે, જામિયામાં છેલ્લાં એક મહિનાથી પણ વધુ સમયથી વિદ્યાર્થીઓ સીએએ અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે. કૉંગ્રેસ નેતા શશી થરૂર સાથે દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડા પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. શાહિનબાગ ખાતે વિરોધ પ્રદર્શનમાં પણ કૉંગ્રેસ સાંસદ શશિ થરૂર સામેલ થયા હતા.
જામિયામાં 15 ડિસેમ્બરની તોડફોડ અંગે યુનિવર્સિટીના કુલપતિ નઝમા અખ્તરે જણાવ્યું હતું કે હ્યુમન રાઇટ્સ કમિશનની ટીમ 14 જાન્યુઆરીએ કેમ્પસની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે, 15 ડિસેમ્બરના કેસમાં ટીમ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને સાક્ષીઓના નિવેદનો અને પુરાવા લેશે. નઝમાએ કહ્યું કે તેમને આશા છે કે ટીમ અમારા દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરશે. જામિયાનાં વિદ્યાર્થીઓ દ્વારા CAAની સામે શરૂ કરાયેલાં આંદોલનને એક મહિના કરતા વધારે સમય થઈ ગયો છે. જોરદાર ઠંડીમાં પણ વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો અહીંથી પાછા હટવા માટે તૈયાર નથી. શુક્રવારે સાંજે પ્રદર્શન સ્થળ પર ઘણા સામાજીક અને રાજકીય લોકો પહોંચીને વિદ્યાર્થીઓનું મનોબળ વધારવાનો પ્રયાસ કર્યો હતો.Delhi: Congress MP Shashi Tharoor and Congress State President Subhash Chopra join protest against #CitizenshipAmendmentAct & #NationalRegisterofCitizens, outside Jamia Millia Islamia. pic.twitter.com/Qt3FB7ifSE
— ANI (@ANI) January 12, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
અમદાવાદ
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)