શોધખોળ કરો
કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો UPમાં માસ્ટર સ્ટ્રોક, સત્તા પર આવશે તો પછાત જ્ઞાતિઓને OBCમાં સમાવેશ

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશમાં 2017માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને કૉંગ્રેસે કમર કસી છે,ત્યારે યુપીમાં કૉંગ્રેસમાં આરક્ષણ કાર્ડ અજમાવ્યું છે. પાર્ટીએ જાહેરાત કરી છે કે જો રાજ્યમાં ચૂંટણી બાદ કૉંગ્રેસ સત્તા પર આવશે તો રાજ્યમાં આરક્ષણની વંચિત અતિ પછાત જ્ઞાતિઓનો ઓબીસી કોટાની અંદર સમાવેશ કરવામાં આવશે. કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજધાની દિલ્લીમાં ઉત્તર પ્રદેશના પછાત જ્ઞાતિના નેતાઓ સાથે બેઠક કરી આ નિર્ણય કર્યો હતો. પાર્ટીના આ નિર્ણયને યુપીની ચૂંટણીને લઈને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. શીલા દીક્ષિતને મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે આગળ કરી બ્રાહ્મણ મતો બાદ કૉંગ્રેસની નજર ઉત્તર પ્રદેશની વધુ એક મોટી વોટ બેંક પર છે. દિલ્લીના કૉંગ્રેસ મુખ્યાલયમાં પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ યુપીના આશરે 150 જેટલા પછાત વર્ગના નેતાઓ સાથે બેઠક કરી હતી.
વધુ વાંચો





















