કૉંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી સ્થગિત, CWC એ કોરોના મહામારીને કારણે લીધો નિર્ણય
ફરી એક વખત કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ટળી ગઈ છે. સીડબ્લ્યૂસીએ કોરોના મહામારીના કારણે આ નિર્ણય કર્યો છે. પહેલા નક્કી ડેડલાઈન મુજબ સીડબ્લ્યૂસીની બેઠકમાં જૂનમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાને લઈ પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો.
નવી દિલ્હી: ફરી એક વખત કૉંગ્રેસ (Congress)અધ્યક્ષની ચૂંટણી ટળી ગઈ છે. સીડબ્લ્યૂસીએ કોરોના મહામારીના કારણે આ નિર્ણય કર્યો છે. પહેલા નક્કી ડેડલાઈન મુજબ સીડબ્લ્યૂસીની બેઠકમાં જૂનમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાને લઈ પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. પાછલી બેઠકમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિએ 23 જૂને મતદાનની તિથિ આપી હતી. સૂત્રો પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીનો આગામી કાર્યક્રમ કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવશે.
આ પહેલા આજે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં બોલતા સોનિયા ગાંધીએ કહ્યુ કે, જ્યારે આપણે 22 જાન્યુઆરીએ મળ્યા તો નક્કી કર્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા જૂનના અંત સુધી પૂરી થઈ જશે. તેમણે જણાવ્યું કે, ચૂંટણી સમિતિના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ તેની રૂપરેખા તૈયાર કરી છે.
કૉંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia gandhi)એ આજે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર પર મંથન કરવામાં આવ્યું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં પોતાની અસફળતાઓ પર ધ્યાન આપવું પડશે અને યોગ્ય કારણો શોધી વાસ્તવિકતાનો સામનો કરવો પડશે. કૉંગ્રેસ વર્કિંગ કમિટીની એક મહત્વપૂર્ણ બેઠકને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે, આપણે તેવા દરેક પાસાને જોવા માટે એક નાના સમૂહની રચના કરવાનો ઇરાદો છે, જે આ પ્રકારના ફેરફારનું કારણ બને.
સીડબ્લ્યૂસીએ કોરોના મહામારીના કારણે આ નિર્ણય કર્યો છે. પહેલા નક્કી ડેડલાઈન મુજબ સીડબ્લ્યૂસીની બેઠકમાં જૂનમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાને લઈ પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. પાછલી બેઠકમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિએ 23 જૂને મતદાનની તિથિ આપી હતી. સૂત્રો પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીનો આગામી કાર્યક્રમ કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવશે.
આ બેઠકમાં તે પણ જણાવવામાં આવ્યું કે, જૂનના અંતમાં કોંગ્રેસના આગામી અધ્યક્ષની ચૂંટણી કરાવવામાં આવશે. તેની વિસ્તૃત જાહેરાત કરવામાં આવી શકે છે. કોંગ્રેસની કાર્યસમિતિમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ સિવાય એકે એન્ટોની અને પાર્ટીના નારાજ જૂથ જી-23ના ગુલામ નબી આઝાદ પણ સામેલ છે.