શોધખોળ કરો
PM મોદીના ઈન્ટરવ્યૂ પર રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યું- ‘હકીકત રૂબરૂ હોય તો અદાકારી નથી ચાલતી’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બોલીવુડના અભિનેતા અક્ષય કુમારેને ઈન્ટરવ્યૂં આપ્યું હતું. જેમાં પીએમ નરેન્દ્ર મોદીના અંગત જીવન અંગેની કેટલીક યાદો તાજા કરાવી હતી જેમાં ઘણા રહસ્યો ખુલ્યા છે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્ટર અક્ષય કુમારને આપેલા નોન પોલિટિકલ ઈન્ટરવ્યૂ પર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યા છે. રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરતા પીએમ મોદી પર શાયરી કરી નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, "હકીકત રૂબરૂ હોય તો અદાકારી નથી ચાલતી. જનતાની સામે, ચોકીદાર... મક્કારી નથી ચાલતી." આ સાથે જ રાહુલ ગાંધીએ 'હેશટેગ ચોકીદાર ચોર છે' નો પણ ઉપયોગ કર્યો છે.
हकीकत रूबरू हो तो अदाकारी नहीं चलती।
जनता के सामने, चौकीदार मक्कारी नहीं चलती।#ChowkidarChorHai pic.twitter.com/vDJNz4uUWu — Rahul Gandhi (@RahulGandhi) April 24, 2019
આ ઈન્ટરવ્યૂ પર કટાક્ષ કરતા સુરજેવાલાએ કહ્યું, અક્ષય કુમાર ખૂબ સારો અભિનેતા છે. એક નિષ્ફળ રાજનેતા હવે અક્ષય કુમારથી સારો અભિનેતા બનાવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ અક્ષય કુમારથી સારા અભિનેતા કેવી રીતે બની શકશે ? મોદીએ રાજકીય જગતમાંથી ફિલ્મ જગતમાં જવાનું મન બનાવી લીધું હોય તેમ બની શકે છે કારણકે આજકાલ બાયોપિકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કયા રાજ્યના મહિલા મુખ્યમંત્રી દર વર્ષે PM નરેન્દ્ર મોદીને ગિફ્ટ મોકલાવે છે, નામ જાણીને ચોંકી જશો માતા અને ભાઈ સાથે કેમ નથી રહેતા PM નરેન્દ્ર મોદી? કારણ જાણીને ચોંકી જશો અક્ષયે પીએમ મોદીને પુછ્યુ રાજનીતિમાંથી સન્યાસ લીધા પછી શું કરશો, મોદીએ આપ્યો આવો જવાબ, જુઓ વીડિયો
વધુ વાંચો























