શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોની ત્રીજી યાદી કરી જારી, આ બે મોટા નેતાઓના દીકરાને મળી ટિકિટ
નવી દિલ્હીઃ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે શુક્રવારે રાત્રે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જારી કરી છે જેમાં ઉત્તર પ્રદેશ, અસમ, તેલંગાણા અને પૂર્વોત્તરની 18 સીટ પર ઉમેદવારના નામ સામેલ છે.
પાર્ટી મહાસચિવ મુકુલ વાસનિક તરફથી જાહેર નિવેદન અનુસાર ઉત્તર પ્રેદશના બારાબંકી, અસમની પાંચ, તેલંગાણાની 8, મેઘાલયની બે અને સિક્કિમ અને નાગાલેન્ડની એક એક સીટ માટે ઉમેદવારના નામ જારી કર્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા પીએલ પુનિયાના દીકરા તનુજ પુનિયાને બારાબંકીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ પહેલા કોંગ્રેસના ઉમેદવારોની બે યાદી જારી કરી હતી. પ્રથમ લિસ્ટમાં 15 અને બીજી લિસ્ટમાં 21 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. આ રીતે પાર્ટીએ અત્યાર સુધી 54 ઉમેદવારના નામની જાહેરાત કરી છે. 11 એપ્રિલથી 19 મે સુધી 7 તબક્કામાં લોકસભા ચૂંટણી માટે મતદાન થશે. મતગણતરી 23 મેના રોજ થશે.The Congress Central Election Committee announces the third list of candidates for the ensuing elections to the Lok Sabha. pic.twitter.com/h65DyWmcZH
— Congress (@INCIndia) March 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion