શોધખોળ કરો
Advertisement
રાત્રે ફરી મળશે CWCની બેઠક, નવા પ્રમુખ પર સસ્પેન્સ યથાવત, રાહુલ-સોનિયા ગાંધી કમિટીમાંથી બહાર
સોનિયા ગાંધીને કહ્યું કે નવા અધ્યક્ષની પસંદગી માટે વાતચીત ચાલી રહી છે. હું અને રાહુલ તેમાં સામેલ નથી. રાહુલ ગાંધી પણ સ્પષ્ટતા કરી ચુક્યા છે કે કૉંગ્રેસ અધ્યક્ષ ગાંધી પરિવારની બહારના નેતા બને.
નવી દિલ્હી: રાહુલ ગાંધીના રાજીનામા બાદ કૉંગ્રેસના નવા અધ્યક્ષ ની વરણી માટે આજે પાર્ટી કાર્ય સમિતિ(સીડબ્લ્યૂસી)ની બેઠક થઈ હતી. જો કે નવા અધ્યક્ષ અંગે સસ્પેન્સ યથાવત છે. આ બેઠકમાં રાહુલ ગાંધીને અધ્યક્ષ પદે રહેવાની ફરી અપીલ કરવામાં આવી. પરંતુ રાહુલ ગાંધીએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કૉંગ્રેસ અધ્યક્ષની પસંદી પ્રક્રિયામાંથી પોતાને અલગ કરી લીધા છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આજે સાંજે 8 વાગ્યે ફરી બેઠક થશે.
કૉંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાંથી બહાર નિકળ્યા બાદ સોનિયા ગાંધીને કહ્યું કે નવા અધ્યક્ષની પસંદગી માટે વાતચીત ચાલી રહી છે. હું અને રાહુલ તેમાં સામેલ નથી. મારું નામ ભૂલથી આ બેઠકમાં સામેલ થઈ ગયું હતું. રાહુલ ગાંધી પણ સ્પષ્ટતા કરી ચુક્યા છે કે કૉંગ્રેસ અધ્યક્ષ ગાંધી પરિવારની બહારના નેતા બને.
કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાણે CWCની બેઠકમાં રાહુલ ગાંધીને કહ્યું કે તમે વધુ ચાર કલાક વિચારો, તમે સમજી નથી રહ્યાં કે તમે શું કરી રહ્યાં છો ? જેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, “હું ભાગી નથી રહ્યો પણ નવા અધ્યક્ષ બન્યા બાદ હું જનતાની વચ્ચે વધુ સમય આપીશ.” ચર્ચા દરમિયાન ઘણા નેતાઓએ કહ્યું કે જો નવા અધ્યક્ષ બના તો એક કમિટી બનાવવી જોઈએ જેમાં રાહુલ ગાંધીને પણ રાખવામાં આવે. પાર્ટીના નવા અધ્યક્ષની રેસમાં મુકુલ વાસનિક, મલ્લિકાર્જૂન ખડગે, અશોક ગહલોત, સુશીલ કુમાર શિંદે સહિત કેસી વેળુગોપાલના નામની ચર્ચા ચાલી રહી છે. બેઠક બાદ કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, તમામ નેતાઓએ રાહુલ ગાંધીને રાજીનામું પરત લેવા વિનંતી કરી પરતુ રાહુલ ગાંધીએ ઇનકાર કરી દીધો. કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે નવા પાર્ટી અધ્યક્ષના નામ સાથે અમે ફરી પાછા રાત્રે 8.30 વાગે મળીશું. રાત્રે 9 સુધી પાર્ટી પ્રમુખનું નામ નક્કી થશે. પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠાએ PM મોદીને કહ્યું - તમે કૉંગેસની પ્રશંસા કરી રહ્યાં છો સીડબ્લ્યૂસીની બેઠકમાં પાર્ટી સંસદીય દળના નેતા સોનિય ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, વરિષ્ઠ નેતા અહમદ પટેલ, ગુલામ નબી આઝાદ, મલ્લિકા અર્જૂન ખડગે, મુખ્યમંત્રી અશોક ગહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ સહિત દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા.Adhir Ranjan Chaudhary after Congress Working Committee(CWC) meeting ends: We will meet again at 8.30 pm, it(name of new party chief) is expected to be finalized by 9 pm today itself pic.twitter.com/HC05bFke5v
— ANI (@ANI) August 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement