શોધખોળ કરો
Advertisement
સરકારે કહ્યું- PM-CARES Fundમાં ડોનેટ કરી શકે છે કંપનીઓ, દાનની રકમને CSR ખર્ચ માનવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. દેશમાં કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા સરકાર પ્રયાસ કરી રહી છે.
નવી દિલ્હીઃ સરકારે કહ્યુ છે કે કંપનીઓ દ્ધારા પીએમ કેયર્સ ફંડમાં યોગદાનને કંપની કાયદા હેઠળ કોર્પોરેટ સામાજિક દાયિત્વ ખર્ચ માનવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. દેશમાં કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા સરકાર પ્રયાસ કરી રહી છે.
કંપની કાયદા હેઠળ કેટલીક નિશ્વિત શ્રેણીનો નફો કમાનારી કંપનીઓને પોતાના ત્રણ વર્ષના સરેરાશ શુદ્ધ નફાના બે ટકા એક વર્ષમાં સીએસઆર ગતિવિધિઓ પર ખર્ચ કરવાનો હોય છે. સીતારમણે ટ્વિટ કરી જણાવ્યું કે, પીએમ કેયર્સમાં કરવામાં આવેલા કોઇ પણ યોગદાનને સીએસઆર ખરચ માનવામાં આવશે. કોર્પોરેટ મામલાના મંત્રાલયે જાહેર કર્યું છે કે કંપનીઓ દ્ધારા દાન કરવામાં આવેલી રકમ તેમની સીએસઆર ગતિવિધિ માનવામાં આવશે.
સરકારે ઇમરજન્સી સ્થિતિમાં પીએમ કેયર્સ ફંડ બનાવ્યું છે. આ ફંડ કોરોના વાયરસ જેવી કોઇ પણ ઇમરજન્સી સ્થિતિમાં મદદ આપવાનું કામ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement