શોધખોળ કરો
Advertisement
દેશના આ રાજ્યમાં 90 ટકાથી વધારે કેસ છે તબલીગી જમાતના, જાણો કુલ કેટલા જમાતીઓને કરાયા ક્વોરેન્ટાઈન
દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. દેશભરમાં કોરોનાના કુલ પોઝિટિવ દર્દીઓમાંથી આશરે 30 ટકા તબલીગી જમાત સાથે સંકળાયેલા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. દેશભરમાં કોરોનાના કુલ પોઝિટિવ દર્દીઓમાંથી આશરે 30 ટકા તબલીગી જમાત સાથે સંકળાયેલા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 4000થી વધારે મામલા તબલીગી જમાત સાથે સંકળાયેલા છે અને 40,000થી વધારે લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીના આંકડા પ્રમાણે 4291 મામલા દિલ્હીના નિઝામુદ્દીન તબલીગી સાથે સંકળાયેલા છે. જાણકારી પ્રમાણે આસામમાં 91 ટકા, તમિલનાડુમાં 84 ટકા, અંદમાનનમાં 93 ટકા, તેલંગણામાં 79 ટકા, દિલ્હીમાં 63 ટકા, મધ્યપ્રદેશમાં 61 ટકા અને ઉત્તરપ્રદેશમાં 59 ટકા મામલા તબલીગી સાથે સંકળાયેલા છે.
તબલીગી જમાત સાથે જોડાયેલા ઉલેમાઓનો દાવો છે કે કોઈ સંગઠન કે અલગ વર્ગ નથી. તેમનું કામ માત્ર એટલું છે કે દરેક શહેર અને ગામે ફરીને લોકોને ઈસ્લામ પર સાચા માર્ગે ચાલવાની જાણકારી આપવી. સારા અને ખોટાના ફરકને સમજવાનો છે. વેપાર કે નોકરીમાંથી કરવામાં આવેલી કમાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જાણકારી પણ જમાત આપે છે. જમાત જે શહેર કે ગામમાં પણ જાય છે ત્યાં તેઓ હંમેશા મસ્જિદોમાં જ રોકાય છે. તબલીગી-એ-જમાત વર્ષો જૂની મુસ્લિમ સંસ્થા છે. જેનું હેડ ક્વાર્ટર દિલ્હીના નિઝામુદ્દીનમાં છે. અહીંયા દેશ-વિદેશમાં લોકો વર્ષભર આવતા રહે છે.
દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 15707થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 507 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર 12969 એક્ટિવ દર્દીઓ છે જ્યારે 2230 લોકો સ્વસ્થ થઈ ગયા છે.
કયા રાજ્યમાં કેટલા કોરોના પોઝિટિવ કેસ ?
આંધ્રપ્રદેશ- 603, અંદમાન નિકોબાર-14, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-35, બિહાર-86, ચંદીગઢ-86, છત્તીસગઢ-36, દિલ્હી-1893, ગોવા-7, ગુજરાત- 1376, હરિયાણામાં-225, હિમાચલ પ્રદેશ -39, જમ્મુ કાશ્મીર-341, ઝારખંડ-34, કર્ણાટક- 384, કેરળ-400, લદાખ-18, મધ્યપ્રદેશ-1407, મહારાષ્ટ્ર- 3651, મણિપુર-2, મેઘાલય-11, મિઝોરમ-1, ઓડિશા-61, પોંડીચેરી-7, પંજાબ-202, રાજસ્થાન-1351, તમિલનાડુ-1372, તેલંગણા-809, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-42, ઉત્તર પ્રદેશ-969 અને પશ્ચિમ બંગાળ-310 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement