શોધખોળ કરો
Coronavirus: મહારાષ્ટ્રમાં 64 કર્મચારીઓનો આવ્યો કોરોના પોઝિટિવ, અડધાથી વધારે મુંબઈમાં
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્રમાં 5218 સંક્રમિત દર્દીઓ છે. જેમાંથી 251 લોકોના મોત થઈ ચુક્યા છે અને 722 લોકો સાજા થઈ ગયા છે.

પ્રતિકાત્મક તસ્વીર
મુંબઈઃ દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5000ને પાર કરી ગયો છે. આ દરમિયાન રાજ્યમાં 64 પોલીસકર્મી કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે. 12 પોલીસ અધિકારી અને 52 કોન્સ્ટેબલનો કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ 64 પોલીસમાંથી 34 મુંબઈના છે. મહારાષ્ટ્રના હિંગોળી જિલ્લામાં એસઆરપીએફના છ જવાનો કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે. અધિકારીના જણાવ્યા મુજબ હાલ તેઓ મુંબઈમાં તૈનાત હતા. સિવિલ સર્જન ડોક્ટર કિશોર પ્રસાદ શ્રીવાસે કહ્યું, એસઆરપીએફની બે ટુકટીના જવાનો મુંબઈથી પરત આવી ચુક્યા છે અન એક ટુકડીને ત્યાં રાખવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્ર મોખરે છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે રાજ્યમાં 5218 સંક્રમિત દર્દીઓ છે. જેમાંથી 251 લોકોના મોત થઈ ચુક્યા છે અને 722 લોકો સાજા થઈ ગયા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19,984 પર પહોંચી છે. જેમાંથી 640 લોકોના મોત થયા છે, જ્યારે 3869 લોકો સાજા થઈ ગયા છે. હાલ 15,474 એક્ટિવ કેસ છે.
વધુ વાંચો





















