બાળકોના વેક્સિનેશન પહેલા સ્કૂલ ખોલવી કેટલી યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
કોરોનાની થર્ડ વેવની ચિંતાની વચ્ચે દેશમાં અલગ-અલગ રાજ્યોમાં સ્કૂલ ખુલ્લી રહી છે. વેક્સિન આપ્યા વિના બાળકોનું સ્કૂલ જવું કેટલું સુરક્ષિત છે, જાણીએ આ મામલે એક્સપર્ટે શું કહ્યું
![બાળકોના વેક્સિનેશન પહેલા સ્કૂલ ખોલવી કેટલી યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ Corona cases in india school reopen news can school reopen safely before kids are vaccinated બાળકોના વેક્સિનેશન પહેલા સ્કૂલ ખોલવી કેટલી યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/9e8171b95f25568a1f2bcbe4072119f1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોરોનાની થર્ડ વેવની ચિંતાની વચ્ચે દેશમાં અલગ-અલગ રાજ્યોમાં સ્કૂલ ખુલ્લી રહી છે. આ સ્થિતિમાં પેરેન્ટસના મનમાં સવાલ છે કે, વેક્સિન આપ્યા વિના બાળકોનું સ્કૂલ જવું કેટલું સુરક્ષિત, જાણીએ આ મામલે એક્સપર્ટે શું કહ્યું
કોરોનાની બીજી લહેર નબળી પડતાં કર્ણાટક, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, સહિત કેટલાક રાજ્યોમાં સ્કૂલ ફરી ખોલી દેવાયો છે. દિલ્લી, રાજસ્થાન, ગોવા સહિત અનેક રાજ્યો એવા છે. જ્યાં સ્કૂલ ખોલવાનો નિર્ણચ નથી લેવાયો. જો મહામારીના સમયમાં હજું પણ સાવધાની રાખવી જરૂરી છે.
અમેરિકામાં લગભગ 90% ટીચર અને સ્કૂલ સ્ટાફ વેક્સિનેટ
અમેરિકાની સ્થિતિ અને ત્યાંના બાળકોના આધારે એનાલિસિસ કરવામાં આવ્યું હતું. ધ વોશિગ્ટન પોસ્ટમાં 26 મેમાં કોઇ આર્ટિકલમાં જણાવવામાં આવ્ચું છે કે, અમેરિકામાં એક બાજુ કોરોના કેસ વધી રહ્યાં છે જો કે અહીં 50 ટકા લોકો વેક્સિનેટ થઇ ચૂક્યાં છે. તેની સરખામણીમાં ભારતમાં 8 ટકા લોકો જ વેક્સિનેટ થયા છે. વ્હાઇટ હાઉસ તરફથી જાન્યુઆરીમાં 2 ઓગસ્ટની એક ફેક્ટ શીટ દર્શાવવામાં આવ્યું છે કે,. ત્યાં લગભગ 90ટકા એજ્યુકેટર્સ અને સ્કૂલ સ્ટાફને કોરોનાની વેક્સિન અપાઇ ચૂકી છે.
શું કહે છે એક્સ્પર્ટ?
એક્સ્પર્ટનું કહેવું છે કે, સ્કૂલ ખોલવી મુખ્ય રીતે લોકોની પ્રાથમિકતા પર નિર્ભર કરે છે. એવામાં સામલે છે કે, શું સ્કૂલ ખોલવીએ દેશની શીર્ષ પ્રાથમિકતા છે. એક્સપર્ટનું માનવું છે કે, જો એક વખત આપણે બાળકો સ્કૂલ મોકલવાનું શરૂ કરી દઇએ તો સાવધાની રાખવી એટલી મુશ્કેલ પણ નથી.કોરોના સંક્રમણથી બચાવ માટે માસ્ક ખૂબ જ જરૂરી છે. ઉપરાંત સ્કૂલમાં કેમેરા વેન્ટિલેશનની વ્યવસ્થા હોવી જોઇએ. એસી ઓફ હોવું જોઇએ.
સંક્રમણ વધવાની આશંકાથી ઇન્કાર
દેશમાં હજું બહું ઓછા લોકો વેક્સિનેટ થયા છે. આ સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવું, માસ્ક ન પહેરવું જેવી લાપરવાહીના કારણે કેસમાં વધારો થઇ શકે છે. ગત વર્ષે માર્ચમાં ઇઝરાયેલ સાથે આવું જ થયું હતું. ભીષણ ગરમીના કારણે સ્કૂલમાં માસ્કથી છૂટ આપવાની સાથે એસી ચલાવવની પણ મંજૂરી અપાઇ હતી. તો અહીં 15 દિવસમાં જ કોરોના સંક્રમણના 2 કેસ સામે આવ્ચાં બાદ કુલ કેસ વધીને 153 થઇ ગયા હતા. જેમાં 25 માત્ર સ્કૂલ સ્ટાફના લોકો સંક્રમિત હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)