શોધખોળ કરો
Advertisement
ભાજપના કયા મંત્રી ઘરે બેસીને લોકોને શિખવી રહ્યા છે માસ્ક બનાવવાનું? લોકો કર્યાં ભરપૂર વખાણ
કોરોના સંકટને કારણે આકા વિશ્વમાં અત્યારે ખૂબ મુશ્કેલી જોવા મળી રહી છે. લોકો પોતાના ઘરમાં કેદ છે અને મુશ્કેલીમાં ફસાયેલા લોકોની પોત-પોતાની સ્થિતિ-શક્તિ પ્રમાણે મદદ કરી રહ્યાં છે
કોરોના સંકટને કારણે આકા વિશ્વમાં અત્યારે ખૂબ મુશ્કેલી જોવા મળી રહી છે. લોકો પોતાના ઘરમાં કેદ છે અને મુશ્કેલીમાં ફસાયેલા લોકોની પોત-પોતાની સ્થિતિ-શક્તિ પ્રમાણે મદદ કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ ટ્વીટર પર એક તસવીર શેર કરી લોકોની મદદ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો. તેમણે ટ્વીટર પર એક તસવીર શેર કરી અને જણાવ્યું હતું કે, ઘરે કેવી રીતે માસ્ક બનાવી શકાય છે.
સ્મૃતિ ઈરાનીએ આ ટ્વીટમાં સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી હોમ મેડ ફેસ માસ્ક બનાવવા અંગે રજૂ કરવામાં આવેલી એડવાઝરીની લિંક પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, માસ્કની વધતી ડિમાન્ડની વચ્ચે સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે, કોરોના સંક્રમણથી બચાવ માટે કપડાનું માસ્ક પણ ઉપયોગી છે. સ્મૃતિ ઈરાનીની આ કામગિરીની લોકો સોશિયલ મીડિયા પર પ્રશંસા કરી રહ્યાં છે. ઘણાં લોકોએ લખ્યું હતું કે, તમારું આ પગલું પ્રેરણાત્મક છે. તો કોઈએ લખ્યું કે, આમાંથી શીખીને બીજા લોકો પણ આ રીતે ઘરે માસ્ક બનાવી શકે છે. જણાવી દઈએ કે, દેશમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા સતત વધી રહી છે અને હવે આ આંકડો છ હજારની નજીક પહોંચી ગયો છે. દેશમાં 169 લોકોના કોરોનાના કારણે જીવ ગયા છે. સરકાર લૉકડાઉનને આગળ વધારવું કે નહીં તે અંગે તમામ રાજ્યોની સરકાર સાથે વાતચીત કરી રહી છે.घर बैठे सुई धागे से भी बन सकता है रीयूजेबल मास्क। #MaskIndia https://t.co/WfnhMF8bBO pic.twitter.com/vTcklmXhqF
— Smriti Z Irani (@smritiirani) April 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement