Corona Crisis: ભારતમાં કોરોનાની ભયંકર સ્થિતિ, માત્ર એક મહિનામાં દેશમાં 45 હજારથી વધુના મોત, જાણો દેશમાં શું છે સ્થિતિ
ભારતમાં કોરોના સંક્રમણનો કહેર રોકાવવાનું નામ નથી લેતું. માત્ર એક મહિનાની અંદર45 હજારથી વધુ કોરોના સંક્રમિતોએ જીવ ગુમાવ્યાં છે. હજું પણ આ કહેર રોકાવવાનું નામ નથી લેતી. કોરોનાના સંક્રમિતથી રોજ ત્રણ હજારથી વધુ લોકોના મૃત્યુ થઇ રહ્યાં છે.
નવી દિલ્લી: ભારતમાં કોરોના સંક્રમણનો કહેર રોકાવવાનું નામ નથી લેતું. માત્ર એક મહિનાની અંદર45 હજારથી વધુ કોરોના સંક્રમિતોએ જીવ ગુમાવ્યાં છે. હજું પણ આ કહેર રોકાવવાનું નામ નથી લેતી. કોરોનાના સંક્રમિતથી રોજ ત્રણ હજારથી વધુ લોકોના મૃત્યુ થઇ રહ્યાં છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.
દેશમાં અત્યાર સુધીમાં એક કરોડ 87 લાખ 62 હજાર 976 લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યાં છે. બહુ જલ્દી આ આંકડો 2 કરોડને પાર પહોંચી શકે છે. 19 ડિસેમ્બર 2020એ સંક્રમિતની સંખ્યા 1 કરોડને પાર થઇ ગઇ હતી. આ પહેલા સાત ઓગસ્ટે 20 લાખને પાર થઇ ગઇ છે. 23 ઓગસ્ટ 30 લાખ, પાંચ સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખનો આંકડો પાર કરી ગઇ હતી. ત્યારબાદ 28 સપ્ટેમ્બર કોવિડના 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ, 19 ડિસેમ્બરે એક કરોડ અને 19 એપ્રિલે 1.5 કરોડથી વધુ કેસ નોધાય હતા.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 386,452 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3498 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,97,540 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ એક કરોડ 87 લાખ 62 હજાર 976
કુલ ડિસ્ચાર્જ એક કરોડ 53 લાખ 84 હજાર 418
કુલ એક્ટિવ કેસ 31 લાખ 70 હજાર 228
કુલ મોત 2 લાખ 8 હજાર 330
કુલ રસીકરણ 15 કરોડ 22 લાખ 45 હજાર 179 ડોઝ આપવામાં આવ્યા.
15 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 22 લાખ 45 હજાર 179ડોઝ આપવામાં આવ્યા છે.