શોધખોળ કરો
Advertisement
કોરોના સામે લડવા માટે સરકારે IAS અને IPS અધિકારીઓને સોંપી નવી જવાબદારી, હવે દેખાશે આ યુનિફોર્મમાં
લૉકડાઉનમાં ઢીલ બાદ ધીમે ધીમે જીવન પાટા પર તો આવવા લાગ્યુ છે, પણ સંક્રમિતોની સંખ્યામાં પણ તે જ પ્રમાણે વધારો થવા લાગ્યો છે. આવામાં મોદી સરકારે એક નવી યોજના પર કામ કરી રહી છે
નવી દિલ્હીઃ કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે, દિલ્હી સહિત આખા ભારતમાં દરરોજ મહામારી ફેલાવવાની ઝડપ વધી રહી છે.આવામાં સરકારને હૉસ્પીટલમાં માત્ર ડૉક્ટરોની જરૂર છે, પણ હવે હૉસ્પીટલો તંત્રને સંભાળનારા લોકોની પણ જરૂર પડી છે. આવામાં સરકારે એક નવી પહેલ શરૂ કરી છે.
લૉકડાઉનમાં ઢીલ બાદ ધીમે ધીમે જીવન પાટા પર તો આવવા લાગ્યુ છે, પણ સંક્રમિતોની સંખ્યામાં પણ તે જ પ્રમાણે વધારો થવા લાગ્યો છે. આવામાં મોદી સરકારે એક નવી યોજના પર કામ કરી રહી છે.
સુત્રો અનુસાર, કર્મચારી મંત્રાલય એવા આપીએસ અને આઇએએસ અને અન્ય કર્મચારીઓની યાદી તૈયાર કરી રહી છે, જેમને ડૉક્ટરનો અભ્યાસ કર્યો છે, અને તેમની પાસે ઓછામાં ઓછી એમબીબીએસની ડિગ્રી છે. આ કવાયદનો હેતુ એવા અધિકારીઓને સીધી સીધો કોરોના સામે લડવા માટે મેદાનમાં ઉતારવાનો છે. સુત્રો અનુસાર આવા અધિકારીઓ તે હૉસ્પીટલોમાં તૈનાત કરવાની યોજના છે જેમાં કોરોનાનો ઇલાજ થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ એબીપી ન્યૂઝ સાથે આ યોજનાની પુષ્ટી કરી છે.
કર્મચારી મંત્રાલય આવા અધિકારીઓનો ડેટાબેઝ તૈયાર કરી રહ્યું છે, કેમકે કોરોનાના સતત વધતા કેસોને ધ્યાનમાં રાખતા આવા લોકોની જરૂર છે, જે ખાસ કરીને તંત્ર અને મેનેજરોની સાથે સાથે ડૉક્ટરો પણ હોય છે. જોકે, હજુ એ વાત સ્પષ્ટ નથી કે આ અધિકારીઓને સીધે સીધી ડૉક્ટરોની સેવા આપવાનુ કહેવાશે કે નહીં. સંભાવના છે કે શરૂઆતમાં આ અધિકારીઓનો કોરોનાનો ઇલાજ કરી રહેલી હૉસ્પીટલોમાં મેનેજર અને સમન્વય જેવા કામોમાં લગાવવાની યોજના છે, પણ આગળ જરૂર પડશે તો તેમને પોતાના ડૉક્ટરો વાળા રૉલમાં આવવાનુ પણ કહેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
મહેસાણા
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion