કોરોનાનો યૂ-ટર્નઃ શું દેશમાં ફરીથી લોકડાઉન આવશે ? મહારાષ્ટ્ર, દિલ્હી-પંજાબમાં સ્થિતિ ચિંતાજનક
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાના નવા 13659 કેસ નોંધાયા છે. જે પાંચ મહિનામાં સૌથી વધારે છે.

Corona in India: દેશમાં જીવલેણ કોરોના વાયરસે યૂ ટર્ન લીધો છે. દેશમાં લોકોને એવું હતું કે કોરોના હવે ગયો પરંતુ હવે વધતા કેસે દેશની ચિંતા વધારી દીધી છે. 11 માર્ચ 2020ના દિવસે જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી હતી. હવે સ્થિતિ વિતેલા વર્ષ જેવી જ થવા જઈ રહી છે.
ઉત્તરથી દક્ષિણ સુધી કોરોનાના કેસમાં આવેલ તેજી તણાવની સ્થિતિ ઉભી કરી રહી છે. ગઈકાલે દેશમાં કોરોનાના 22,854 નવા કેસ સામે આવ્યા હતા. મોટી વાત એ છે કે આ કેસમાં 85 ટકા કેસ મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, ગુજરાત કર્ણાટક અને તમિલનાડુમાં નોંધાયા છે.
- મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાના નવા 13659 કેસ નોંધાયા છે. જે પાંચ મહિનામાં સૌથી વધારે છે.
- દિલ્હીમાં કોરોનાના 409 નવા કેસ આવ્યા જે બે મહિનામાં એક જ દિવસનો સૌથી મોટો આંકડો છે.
- પંજાબમાં 24 કલાકમાં 1700થી વધારે કેસ આવવા પર 6 જિલ્લા નવાંશહર, જાલંધર, હોશિયારપુર, કપૂરથલા, પટિયાલા અને લુધિયાણામાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે.
લોકોની બેદરકારી, ટેસ્ટિંગ ન કરવું અને ભીડભાડ જવાબદાર છે
સ્વાસ્થ્ય મંત્રાલયે સંક્રમણ ફેલાવવા પાછળ લોકોની બેદરકારી, ટેસ્ટિંગ ન કરાવવું અને ભીડભાડવાળા કાર્યક્રમને જવાબદાર ગણાવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા આંકડાને કારણે અલગ અલગ શહેરમાં ફરીથી લોકડાઉન અને કડક નિમયની અમલવારી શરૂ થઈ છે. કોરોના દર્દીની સંખ્યાના આધારે માહારષ્ટ્રમાં અલગ અલગ શહેરમાં કડક નિયમ લાગુ કર્યા છે.
- ઔરંગાબાદ અને જલગાંવમાં મહારાષ્ટ્ર સરાકરે આંશિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે.
- ઔરંગાબાદના તમામ પર્યટન સ્થળ બંધ કરવામાં આવ્યા છે.
- માસ્ક વગર ઘરેથી બહાર નીકળવા પર કાર્રવાઈ કરવામાં આવી રહી છે.
- જલગાંવમાં ત્રણ દિવસ માટે જનતા કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.
- આ દરમિયાન માત્ર જરૂરી સેવાઓને છૂટ આપવામાં આવી છે.
- નાગપુરમાં 15થી 21 માર્ચ સુધી આંશિક રીતે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
- મહારાષ્ટ્રમાં આવનારા દિવસોમાં કડક નિયમ લાગુ થઈ શકે છે.





















