શોધખોળ કરો
સરકારના પ્રૉટોકૉલ પ્રમાણે હવે કોરોનાની પ્રાથમિક સારવારમાં દર્દીઓને કઇ દવા અપાશે, જાણો વિગતે
આ અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલયે રેમડેસિવિર અને પ્લાઝમા થેરપી પર પ્રતિબંધ લગાવ્યો હતો. મંત્રાલયે આ નિર્ણય ક્લીનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલનો સમીક્ષા રિપોર્ટ આવ્યા બાદ લીધો છે
![સરકારના પ્રૉટોકૉલ પ્રમાણે હવે કોરોનાની પ્રાથમિક સારવારમાં દર્દીઓને કઇ દવા અપાશે, જાણો વિગતે Corona infection: the initial treatment and drug an emergency સરકારના પ્રૉટોકૉલ પ્રમાણે હવે કોરોનાની પ્રાથમિક સારવારમાં દર્દીઓને કઇ દવા અપાશે, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/14163002/corona-18.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમા રાખીને સરકારે સારવાર અંગે કેટલાક નવા પ્રૉટોકૉલ જાહેર કર્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે હવે કોરોનાના ઇલાજ માટે પ્રાથમિક ધોરણે એન્ટીવાયરલ દવા રેમડેસિવિર અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે ટૉસીલુજુમૈબ સાથે પ્લાઝ્મા થેરાપી દ્વારા દર્દીઓની સારવાર કરાશે.
આ અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલયે રેમડેસિવિર અને પ્લાઝમા થેરપી પર પ્રતિબંધ લગાવ્યો હતો. મંત્રાલયે આ નિર્ણય ક્લીનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલનો સમીક્ષા રિપોર્ટ આવ્યા બાદ લીધો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના સંક્રમણના પ્રાથમિક સ્ટેજમાં દર્દીઓને મલેરિયાના ઇલાજમાં આપવામા આવતી હાઇડ્રોક્સીક્લોરોક્વીન આપવાનું સૂચન છે. જૂના પ્રોટોકોલમાં થોડો ફેરફાર કરીને ગંભીર દર્દીઓને એજિથ્રોમાઇસીન સાથે હાઇડ્રોક્સીક્લોરોક્વીન આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે. મંત્રાલયે કહ્યું કે ક્લીનિકલ ટ્રાયલમાં તેના કોઇ ફાયદા જણાતા નથી. તેનાથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર નેગેટિવ અસર થઇ શકે છે.
મંત્રાલયે વધુમાં નવા પ્રોટોકોલમાં જણાવ્યું છે કે હાઇડ્રોક્સીક્લોરોક્વીન આપ્યા પહેલા દર્દીનું ECG પણ કરી લેવું જોઇએ. તેના રિપોર્ટ અનુસાર જ દર્દીને દવા આપવામા આવે.
ખાસ વાત છે કે, ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3 લાખ 20ને પાર પહોંચી ચૂકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 3 લાખ 20 હજાર 922 લોકો સંક્રમિત છે, આમાંથી 9195 લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે 1 લાખ 62 હજાર લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 11 હજાર 929 કેસો નોંધાયા છે, અને 311 લોકોના મોત થઇ ચૂક્યા છે.
![સરકારના પ્રૉટોકૉલ પ્રમાણે હવે કોરોનાની પ્રાથમિક સારવારમાં દર્દીઓને કઇ દવા અપાશે, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/14163011/corona-21-300x169.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ગુજરાત
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)