કોરોનાના દર્દીના ડાયટમાં આ ચીજો સામેલ કરવાથી ઓક્સિજન લેવલ વધવાની સાથે ઝડપથી આવે છે રિકવરી
Food Tips For Corona Patient: જે લોકો હાલ હોમક્વોરોન્ટાઇ છે અને પોતાનો ખુદ ઇલાજ કરી રહ્યાં છે તેવા લોકોએ ડાયટમાં એવા ફૂડ લેવા જોઇએ. જેનાથી વધુ ઝડપથી રિકવરી આવે.
Food Tips For Corona Patient: જે લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે અને ઘરે રહીને જ ઇલાજ કરી રહ્યાં છે. તે શારીરિક અને માનસિક બંને રીતે તણાવમાં છે. આ સ્થિતિમાં તેઓ ઝડપથી રિકવરી ઇચ્છે છે. ઝડપી રિકવરી માટે ડાયટ પણ મહત્વનો રોલ ભજવે છે.
તો ઘરમાં હોમક્વોરોન્ટાઇન પેશન્ટને કેવું ફૂડ આપવાથી ઝડપથી રિકવરી આવે છે. તે વિશે જાણીએ. આ સમયે ઇમ્યૂનિટી બૂસ્ટર ફૂડ વધુ કારગર નિવડે છે. તો જાણીએ ઓક્સિજન લેવલ અને ઇમ્યુનિટિ માટે કેવા ફૂડને ડાયટમાં સામેલ કરશો
ઓક્સિજન લેવલ વધારવા માટે
હેલ્થલાઇન મુજબ બીટરૂટ વેજિટેબલમાં નાઇટ્રેટ કોમ્પોન્ટ હોય છે. જેને નિયમત ખાવાથી બ્લડવેન્સ રિલેક્સ થાય છે અને શરીરમાં લોહીનું સંચાર અને ઓક્સિજનની આપૂત્તિ યોગ્ય રીતે થાય છે. આયરનથી ભરપૂર ફૂટ અને વેજિટિબલ પણ હિમોગ્લોબીન વઘારે છે. જે ફેફસા અને શરીરના અન્ય ભાગમાં ઓક્સિજનની આપૂર્તિ કરે છે. આ સિવાય તરબૂચ, પમ્મકિન, ખીરા, શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડને વધારે છે. જેનાથી બોડીના સેલ્સને ઓક્સિજન મળી રહે છે. આ સિવાય લીલા શાકભાજી પણ ફાયદાકારક છે.
સુપર ઇમ્યુનિટી બૂસ્ટર ફૂડ
ફેફસાંના સંક્રમણને ઓછું કરવા માટે માચા ટીને વધુ ફાયદાકારક મનાય રહી છે. આ સિવાય નિષ્ણાંત સ્વીટ પોટેટો, પિયર ખાવાની સલાહ આપે છે. કાળુ જીરુ પણ ફેફસાના ઇનફ્લામેશનને દૂર કરે છે.
પ્રોટીન રિચ ડાઇટ
કોવિડ પેશન્ટ દરેક પ્રકારની દાળનો ઉપયોગ કરી શકે છે. દાળમાં પ્રોટીનની ભરપૂર માત્રા હોય છે. આ સિવાય દહીં મગફળી વગેરે પ્રોટીનનો રિચ ફૂડને ડાયટમાં સામેલ કરવું ફાયદાકારક છે. પ્રોટીન કોરોનાના કારણે ડેમેજ્ડ મસલ્સને રિપેર કરે છે. કોવિડના કારણે આવેલી નબળાઇને પણ દૂર કરે છે.
વિટામીન ડી અને સી અને જિંકની પૂર્તિ માટે
સીડીસી મુજબ વિટામીન ડીની પૂર્તિ માટે લો ફેટ મિલ્ક, વિટામીન સી માટે ફળ અને સબ્જી તેમજ જિંકની આપૂતિ માટે ડ્રાઇ ફ્રૂટસ, સીડસ, સી ફૂડ, મીટ લઇ શકાય છે. જો કે આ ફૂડને આપણે કોરોનાના ઇલાજ રીતે નથી લઇ શકતા જો કે તેના સેવનથી શરીરમાં ઇમ્યૂન સિસ્ટમ બેસ્ટ રીતે કામ કરે છે અને ઇનફ્લામેશન અને ઇન્જ્યુરી રિકવરી ઝડપથી આવે છે.