શોધખોળ કરો
Advertisement
Corona Update: દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 5 હજારની નજીક, સૌથી વધુ કયા રાજ્યમાં છે? જાણો
ભારતમાં કોરોના વાયરસનાં પ્રકોપ સતત વધી રહ્યા છે. જોકે મંગળવારે જારી કરેલા આંકડા પ્રમાણે દર્દીઓની સંખ્યા 5 હજાર નજીક પહોંચવા આવી છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનાં પ્રકોપ સતત વધી રહ્યા છે. જોકે મંગળવારે જારી કરેલા આંકડા પ્રમાણે દર્દીઓની સંખ્યા 5 હજાર નજીક પહોંચવા આવી છે. દેશમાં હાલ 4,789 સંક્રમણનાં દર્દીઓ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુંધી 124 લોકોનાં મોત થઇ ચુકી છે. છેલ્લા 24 કલાકમાં 13નાં મોત અને 508 નવા દર્દીઓ સામે આવ્યા છે.
મહારાષ્ટ્ર હાલ દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું છે જ્યાં કોરોના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઈ છે. અહીં કોવિડ-19નાં 159 કેસ નવા કેસ નોંધાયા છે. ફક્ત મુંબઇમાં જ 116 નવા કોરોના કેસ બહાર આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1018 થઈ ગઈ છે. તબલિગી જમાતમાં સામેલ થયેલા 1400 લોકોમાંથી 50 હજુ પણ લાપતા છે. અને તેમનો સંપર્ક નથી થઇ શકતો.
અત્યાર સુંધીમાં 107006 ટેસ્ટ થઈ ચુક્યા છે. છેલ્લા દિવસોમાં 11795 ટેસ્ટ થયા છે તેમાં 2530 ટેસ્ટ ખાનગી હોસ્પિટલમાં થયા છે, હાલ, 136 સરકારી લેબ કામ કરી કહી છે, અને 59 ખાનગી લેબને મંજુરી અપાઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement