શોધખોળ કરો
Advertisement
Corona Update: દેશમાં સંક્રમિતોની સંખ્યા 50 લાખને પાર, 11 દિવસમાં જ નોંધાયા નવા 10 લાખ કેસ
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 90,123 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 1,290 લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. છેલ્લા 10 દિવસથી દેશમાં રોજના સરેરાશ 90 હજાર કેસ અને 1000 મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. ભારતમાં હાલ કોરોનાનો આંકડો 50 લાખને પાર કરી ગયો છે અને મૃત્યુઆંક 82 હજારને વટાવી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 90,123 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 1,290 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખને પાર કરી ગઈ છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50,20,360 પર પહોંચી છે. જેમાંથી 9,95,933 એક્ટિવ કેસ છે અને 39,42,361 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 82,066 પર પહોંચ્યો છે.
દેશમાં કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્યમાં મહારાષ્ટ્ર મોખરે છે. ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કોરોનાના કેસ 11 લાખ નજીક પહોંચી ગયા છે અને કુલ મરણાંક 30 હજારને પાર થઈ ગયો છે. આંધ્રપ્રદેશમાં પણ કોરોના સંક્રમિતોનો આંકડો પાંચ લાખને વટાવી ગયો છે.
વિશ્વમાં કોરોના સંક્રમિત દેશોમાં ભારત અમેરિકા પછી બીજા ક્રમે છે. જ્યારે મૃત્યુઆંકની દ્રષ્ટિએ અમેરિકા, બ્રાઝિલ પછી ત્રીજા ક્રમે છે. અમેરિકામાં 1.99 લાખ, બ્રાઝિલમાં 1.32 લાખ લોકોના કોરોનાથી મોત થયા છે.
Corona Vaccine Update: સીરમ ઈન્સ્ટિટ્યૂટને ફરીથી રસીનું પરીક્ષણ શરૂ કરવા મળી મંજૂરી, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement