(Source: ECI/ABP News/ABP Majha)
India Corona Vaccination: સિક્કિમ અને કેરળ રસીકરણની રેસમાં સૌથી આગળ, ઉત્તર પ્રદેશ અને બિહાર પાછળ
રસીકરણની રેસમાં યૂપી, બિહાર અને પંજાબ પાછળ રહી ગયા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરાનો સામો કરવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યં છે. કોરોના રસીકરણની રેસમાં ઉત્તર-પૂર્વ રાજ્ય સિક્કિમ બીજી રાજ્યથી આગળ છે. સરકારી રસીકરણ ડેટા પ્રમાણે શુક્રવાર સવાર સુધીમાં સિક્કિમે પોતાની 69 લાખ લોકોની જનસંખ્યામાંથી 7 ટકા લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપીને વેક્સીનેટ કર્યા છે.
સિક્કિમ બાદ બીજી નંબર પર કેરળ અને ત્રીજા નંબર પર ગોવા છે. કેરળે પોતાની 4.84 ટકા જનસંખ્યા અને ગોવાએ 4.48 ટકા જનસંખઅયાને કોવિડ-19 રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપ્યો છે. કેરળે હાલમાં જ સંક્રમણના સૌથી વધીરે સામનો કર્યો છે. કેરળે અત્યાર સુધી પોતાના 3.57 કરોડ જનસંખ્યામાંથી 17.27 લાખ લોકોને રસી આપી છે, જયારે ગોવામાં લગભગ 71 હજાલ લોકોને રસી આપવામાં આવી છે.
બિહારમાં સૌથી ઓછું રસીકરણ
રસીકરણની રેસમાં યૂપી, બિહાર અને પંજાબ પાછળ રહી ગયા છે. ઉત્તર પ્રદેશે પોતાની જનંસ્ખ્યાના 1.22 ટકા લોકોને રસી આપી છે જ્યારે પંજાહનું યૂપીથી થોડું સારું પ્રદર્શન કરતાં 1.30 ટકા જનસંખ્યાને રસી આપવામાં આવી છે.
બિહારે પોતાના ટાર્ગેટેડ હેલ્થકેર લાભાર્થીઓને રસી આપવામાં સારું પ્રદર્શન કર્યં હતું. પરંતુ આ રાજ્ય અત્યાર સુધી પોતાના 12.48 કરોડ લોકોમાંથી માત્ર 1.09 ટકા લોકોને જ રસી આપી છે અને લિસ્ટમાં સૌથી નીચેના ક્રમ પર છે.
16 જાન્યુઆરીથી શરૂ થયું હતું રસીકરણ અભિયાન
પીએમ નરેન્દ્ર મોદીએ 16 જાન્યુઆરી, 2021ના રોજ દેશમાં કોરોના વાયરસ રસીકરણ અભિયાનની શરૂઆત કરી હતી, જે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હતું. તેમાં સૌથી પહેલા 3 કરોડ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવાની શરૂઆત થઈ હતી. હાલમાં દેશભરમાં 4 કરોડથી વધારે લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.