શોધખોળ કરો
કોરોના વેક્સીનના નિર્માણમાં ભારતનું આ મોટું શહેર નિભાવશે મહત્વની ભૂમિકા, વિશ્વની 60% રસી થાય છે તૈયાર
કોરોના મહામારી સંકટના સમયમાં વિશ્વભરના વૈજ્ઞાનિક તથા ડોક્ટરો કોવિડ-19ની સુરક્ષિત રસીની શોધમાં લાગ્યા છે. તમામ દેશોની નજર ભારત પર ટકેલી છે, જ્યાં વિશ્વની 60 ટકા વેક્સીન તૈયાર થાય છે.

હૈદરાબાદઃ કોરોના મહામારી સંકટના સમયમાં વિશ્વભરના વૈજ્ઞાનિક તથા ડોક્ટરો કોવિડ-19ની સુરક્ષિત રસીની શોધમાં લાગ્યા છે. તમામ દેશોની નજર ભારત પર ટકેલી છે, જ્યાં વિશ્વની 60 ટકા વેક્સીન તૈયાર થાય છે. આંધ્ર પ્રદેશની રાજધાની હૈદરાબાદ રસી ઉત્પાદનમાં ભારતનું મુખ્ય કેન્દ્ર છે. આ શહેરમાં ગ્લોબલ વેક્સીન સપ્લાઈના એક તૃતીયાંશથી વધારે તૈયાર કરવાની ક્ષમતા છે. ભારતની પ્રથમ સ્વદેશી કોરોના વેક્સીન, રશિયાની સ્પૂતનિક V, જોનસન એન્ડ જોનસનની Ad26 Cov2.S, ફ્લૂઝેનની કોરોફ્લૂ અને સનોફીની આવનારી વેક્સીન તમામનો સંબંધ હૈદરાબાદ સાથે છે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા રિપોર્ટ મુજબ, હૈદરાબાદની તમામ વેક્સીન કંપનીઓ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીમાં ઘણી અગ્રેસર છે. ઉપરાંત ગુડ ક્વોલિટીના લાખો ડોઝ તૈયાર કરવાની પણ ક્ષમતા ચે. બાયોલોજિક્લ ઈ. લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર મહિમા દાલતાને કહેવા મુડબ, વેક્સીન તૈયાર કરવાની ક્ષમતાના કારણે હૈદરાબાદ કોરોના મહામારી સામેના જંગમાં મહત્વપૂર્ણ હિસ્સો સાબિત થશે. કોરોના વેક્સીનને એકડમિક લેબોરેટરી કે નોન વેક્સીન કંપનીઓમાં તૈયાર કરી શકાય છે. હૈદરાબાદની અનેક વેક્સીન નિર્માતા કંપનીઓમાં એવી ચર્ચા થઈ રહી છે કે જ્યારે કોરોના વાયરસની સફળ રસી બની જશે ત્યારે તેઓ પોતાની નિર્માણ ક્ષમતાનો ઉપયોગ કરી શકશે. તેમણે કહ્યું, કોઈને ખબર નથી કે વેક્સીન ક્યારે સફળ થશે અને કયારે બનીને તૈયાર થશે. હૈદરાબાદની મોટાભાગની વેક્સીન નિર્માણ કંપનીઓ તેમની ક્ષમતાનો પરિચય આપવા તૈયાર છે. ઈન્ડિયન ઈમ્યુનોલિજિકલ લિમિટેડના ડેપ્યુટી એમડી પ્રસન્ના દેશપાંડના કહેવા મુજબ, વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણની સંખ્યા જોતા હૈદરાબાદથી સારી કોઈ જગ્યા ન હોઈ શકે. આ શહેરમાં મોટા પાયે વેક્સીનના નિર્માણની ક્ષમતા છે.
વધુ વાંચો





















