Corona Vaccine: હવે Paytm થી રસીનો સ્લોટ બુક થઈ શકશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
દેશભરમાં 26 કરોડ 55 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના રસીકરણ વેગીલું બનાવવા સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. કોવિન, આરોગ્ય સેતુ બાદ હવે પેટીએમ એપ પરથી પણ કોરોના રસીકરણ માટે સ્લોટ બુક કરાવી શકાશે.
આ રીતે પેટીએમ પરથી રસીનો સ્લોટ બુક કરો
- - સૌપ્રથમ તમારા એન્ડ્રોઇડ મોબાઇલમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી પેટીએમ ઇન્સ્ટોલ કરો.
- - જે બાદ પેટીએમ એપ ઓપન કરો.
- - મિનિ એપ સ્ટોર સેક્શન સ્ક્રોલ ડાઉન કરો.
- - જ્યાં તમને વેક્સીન ફાઈન્ડરનો વિકલ્પ જોવા મળશે. આ ઉપરાંત તમે સર્ચ આઈકનનો ઉપયોગ કરીને વેક્સીન સેન્ટર શોધી શકો છો.
- - જરૂરી વિગતો ભર્યા બાદ રસીનો સ્લોટ બુક કરાવી શકાય છે.
ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા નવમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે, જોકે મૃત્યુઆંક ઘટ્યો છે. આજે 67,208 નવા કેસ નોંધાયા હતા અને 2330 લોકોના મોત થયા હતા. મંગળવારની સરખામણીએ બુધવારે દેશમાં કોરોનાના કેસમાં સાધારણ ઉછાળો આવ્યો હતો. બુધવારે દેશમાં 62,224 કેસ નોંધાયા હતા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67,208 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,03,570 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2330 લોકોના મોત થયા છે.
કુલ કેસઃ બે કરોડ 97 લાખ હજાર 313
કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 84 લાખ 91 હજાર 670
એક્ટિવ કેસઃ 8 લાખ 26 હજાર 740
કુલ મૃત્યુઆંકઃ 3,81,903
દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ભારતમાં સતત 34માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 26 કરોડ 55 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 27 લાખથી વધુ લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 52 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 19 લાખ 31 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.