શોધખોળ કરો
Advertisement
Corona Vaccine: રશિયામાં આમ જનતાને મળી કોરોના વેક્સીનની પ્રથમ બેચ, ભારત સહિત પાંચ દેશોમાં થશે ક્લિનિકલ ટ્રાયલ
વિશ્વના અન્ય દેશોમાં પણ રશિયન રસીના સપ્લાઈને મોટું નિવેદન સામે આવ્યું છે.
મોસ્કોઃ રશિયામાં બનેલી કોરોના વેક્સીનની પ્રથમ બેચને આમ જનતા માટે લોન્ચ કરી દેવામાં આવી છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની જાણકારી આપી છે. રશિયાના ગમેલિયા રિસર્ચ સેંટર અને રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેંટ ફંડે સ્પૂતનિક નામની રસી બનાવી છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું, કોરોના વાયરસતી બચાવતી આ રસીએ લેબમાં તમામ જરૂરી ટેસ્ટ પાસ કરી લીધા છે. તેની પહેલી બેચને આમ જનતા માટે રિલીઝ કરી દેવામાં આવી છે.
વિશ્વના અન્ય દેશોમાં પણ રશિયન રસીના સપ્લાઈને મોટું નિવેદન સામે આવ્યું છે. રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેંટ ફંડના પ્રમુખે કહ્યું કે, ચાલુ મહિને ભારત સહિત 5 દેશોમાં ક્લીનિકલ ટ્રાયલ શરૂ થશે. ફેઝ-3ના શરૂઆતના પરિણામો ઓકટોબર-નવેમ્બર સુધી સામે આવશે. ભારતની સાથે સાઉદી અરબ, યુએઈ, ફિલીપાઈન્સ અને બ્રાઝીલમાં ક્લિનિક્લ ટ્રાયલ શરૂ થશે.
ભારત રશિયાની કોરોના રસીનું ગંભીરતાથી અધ્યયન કરી રહ્યું છે. ભારતમાં રશિયાના રાજદૂત નિકોલાઈ કુદાશેવે કહ્યું કે, રશિયા વિવિધ સ્તર પર વેક્સીનને લઈ ભારતના સંપર્કમાં છે. અંગ્રેજી દૈનિકમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, ભારત આ વેક્સીનના ઉપયોગને લઈ અધ્યયન કરી રહ્યું છે. આ મામલે હજુ કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. બંને દેશો વચ્ચે સપ્લાઇ અને પ્રોડક્શનને લઈ વાતચીત ચાલી રહી છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 75,809 કોવિડ-19 કેસ નોંધાયા છે અને 1,133 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 42,80,423 પર પહોંચી છે. જેમાંથી 8,83,697 એક્ટિવ કેસ છે અને 33,23,951 ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ભારતમાં કોરોનાથી 72,775 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement