શોધખોળ કરો
Advertisement
કોરોનાની રસી બનાવવામાં લાગી છે દેશની આ સાત કંપનીઓ, જાણો કોણ ક્યાં પહોંચ્યું
ગત સપ્તાહે ભારત બાયોટેકે કોવેક્સીનનું માનવ પરીક્ષણ શરૂ કર્યુ છે. પ્રથમ અને બીજા તબક્કામાં ક્લિનિલ પરીક્ષણની મંજૂરી મળી છે.
નવી દિલ્હીઃ દેશ સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. વિશ્વમાં 1.44 કરોડથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે અને છ લાખથી વધારે લોકોના મોત થયા છે. હાલ ભારત સહિત વિશ્વના ઘણા દેશો કોરોનાની રસી શોધવામાં લાગ્યા છે. ભારતની ભારત બાયોટેક, ઝાયડસ કેડિલા, સીરમ ઈન્સ્ટિટ્યૂટ, પેનેશિયા બાયોટેક, ઈન્ડિયન ઈમ્યૂનોલોજિક્સ, માયનવેક્સ અને બાયોલોજિકલ ઈ કોવિડ-19ની રસી તૈયાર કરવાના પ્રયાસ કરી રહી છે.
ભારતની ગણતરી જેનરિક દવાઓ તથા વેક્સીના વિશ્વમાં સૌથી મોટા મેન્યુફેક્ચરર્સમાં થાય છે. દેશમાં વિવિધ વેક્સીન બનાવતી ઘણી કંપનીઓ છે. આ કંપનીઓ પોલિયો, ન્યૂમોનિયા, રોટાવાયરસ, બીસીજી, રૂબેલા સહિત બીજી બીમારીઓ માટે દવા બનાવે છે.
કોવેક્સીન, ભારત બાયોટેકઃ તેનું નિર્માણ હૈદરાબાદમાં કરવામાં આવશે. ગત સપ્તાહે ભારત બાયોટેકે કોવેક્સીનનું માનવ પરીક્ષણ શરૂ કર્યુ છે. પ્રથમ અને બીજા તબક્કામાં ક્લિનિલ પરીક્ષણની મંજૂરી મળી છે.
એસ્ટ્રજેનેકા, સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાઃ હાલ કંપની એસ્ટ્રજેનેકા ઓક્સફોર્ડ વેક્સીન પર કામ કરી રહી છે. કંપનીની ઓગસ્ટ, 2020માં ભારતમાં માનવ પરીક્ષણ શરૂ કરવાની તૈયારી છે. હાલ ત્રીજા તબક્કાનું ક્લિનિક્લ પરીક્ષણ ચાલી રહ્યું છે.
ઝાયકોવ-ડી, ઝાયડસ કેડિલાઃ ગુજરાતની આ કંપનીના પરીક્ષણ દરમિયાન રસી અસરકારક સાબિત થશે તો સાત મહિનામાં બજારમાં લોન્ચ કરશે. કંપનીએ ગત સપ્તાહે હ્યુમન ટ્રાયલ શરૂ કર્યુ છે.
પેનેશિયા બાયોટેકઃ રસી વિકસિત કરવા માટે અમેરિકાની રેફેના સાથે કરાર કર્યો છે. કંપનીના આયર્લેન્ડમાં એક સંયુક્ત સાહસ સ્થાપિત કરવાની યોજના છે. આવતા વર્ષની શરૂઆતમાં 40 મિલિયન ડોઝ ઉપલબ્ધ કરાવવાની કંપનીની યોજના છે. હાલ ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે.
ઈન્ડિયન ઈમ્યૂનોલોજિકલઃ રસી વિકસિત કરવા ઓસ્ટ્રેલિયા સાથે કરાર કર્યો છે. કંપની ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટી સાથે મળીને રિસર્ચ કરશે. હાલ પ્રી ક્લિનિક્લ ટ્રાયલ શરૂ છે.
માયનેક્સઃ 18 મહિનામાં રસી વિકસિત કરવાની કંપનીની યોજના છે. કંપનીની બે ડઝન ટીમ રસી બનાવવા કામ કરી રહી છે. હાલ પ્રી ક્લિનિકલ ટ્રાયલ ચાલુ છે.
બાયોલોજિકલ ઈઃ હાલ પ્રી ક્લિનિક્લ ટ્રાયલ શરૂ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion