Corona: વેક્સિનેટ લોકોમાં પણ ફેલાઇ રહ્યો છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ? WHOએ શું ચેતાવણી આપી
કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ હવે દુનિયાના 85 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટ્રેડસ અધનોમે ડેલ્ટા પલ્સને અત્યાર સુધીનો સૌથી સંક્રમક વેરિયન્ટ ગણાવ્યો છે. જે વેક્સિનેટ થઇ ચૂકેલા લોકોને પણ ખૂબ જ ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે. WHOના પ્રમુખે આ વેરિયન્ટને લઇને ચિંતા જાહેર કરી છે.
Coronavirus:કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ હવે દુનિયાના 85 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટ્રેડસ અધનોમે ડેલ્ટા પલ્સને અત્યાર સુધીનો સૌથી સંક્રમક વેરિયન્ટ ગણાવ્યો છે. જે વેક્સિનેટ થઇ ચૂકેલા લોકોને પણ ખૂબ જ ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે. WHOના પ્રમુખે આ વેરિયન્ટને લઇને ચિંતા જાહેર કરી છે.
શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ દરિયાન WHOના ડાયરેક્ટર જનરલે કહ્યું કે, ‘મને ખબર છે કે, કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લઇને દુનિયાના મોટાભાગના દેશો ચિંતિત છે. WHOઓ પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લઇને ચિંતિત છે.
જેનેવામાં મળેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ટેડ્રસ અધનોમે કહ્યું કે, ‘ ડેલ્ટા બેહદ સંક્રામક વેરિયન્ટ છે. જે લગભગ 85 દેશોને તેની ઝપેટમાં લઇ ચૂક્યો છે. આ વેરિયન્ટ વેક્સિનેટ લોકોને પણ ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે.
ન્યુ કોરોના વેરિયન્ટની શક્યતા વધુ છે અને તેને સતત રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. જેવું કે વાયરસ સાથે થાય છે. તે આપોઆપ વિકિસત થતો રહે છે. જો કે સાવધાની પૂર્વક તેના ટ્રાન્સમિશન પર બ્રેક લગાવીને વેરિયન્ટને વિકસિક થવાની પ્રક્રિયાને રોકી શકાય છે.
WHOમાં કોવિડ ટેકનિકલ લીડ ડોક્ટર મારિયા વેન કરખોવે પણ તેને લઇને ચિંતા જાહેર કરી છે. તેમણે કહ્યું કે, ડેલ્ટા કોરોનાનું ખૂબ જ સંક્રામક વેરિયન્ટ છે. જે આલ્ફા વેરિયન્ટથી પણ વધુ ખતરનાક છે. જે યુરોપ સહિત દેશના અનેક દેશોમાં ફેલાયો હતો. ડેલ્ટા વેરિયન્ટ હાલ ખૂબ ઝડપથી દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે.
ડેલ્ટા વેરિયન્ટમાં અલગ જ લક્ષણો જોવા મળે છે. જેમાં દર્દીની સાંભળવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. પેટમાં ગરબડ, બ્લડ ક્લોટ, ગ્રેગ્રીન જેવા લક્ષણો જોવા મળે છે. અત્યાર સુધીમાં આ લક્ષણો સામાન્ય રીતે કોરોનાના દર્દીમાં ન હતા જોવા મળતાં.
ઇગ્લેન્ડ અને સ્કોટલેન્ડના આંકડા જણાવે છે કે, કોરોનાના આ સ્ટ્રેનમાં હોસ્પિટલમાં ભરતી થવાની શક્યતા વધુ છે. ડેલ્ટા સ્ટ્રેન જેને B.1.617.2 પણ કહેવાય છે. અન્ય વેરિયન્ટની તુલનામાં ડેલ્ટાનું ઝડપથી ફેલાવવું બતાવે છે કે, કોરોનાનો આ સ્ટ્રેન વેક્સિનેટ થઇ ચૂકેલા લોકો માટે પણ ખતરનાક સાબિત થઇ શકે છે