શોધખોળ કરો
Advertisement
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક કરોડને પાર, સતત છઠ્ઠા દિવસે 30 હજારથી ઓછા કેસ નોંધાયા
દેશમાં બ્રાઝિલ, જર્મની, રશિયા, બ્રિટનથી વધારે કેસ આવી રહ્યા છે. દેશમાં કોરોનાના દર્દીઓના સ્વસ્થ થવાની ઝડપ પણ ઘણી વધારે છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1 કરોડનો પાર થઈ ગયો છે. દેશમાં કોરોનાનો કહેર પહેલા કરતાં ઓછો થયો છે પણ હજુ અટક્યો નથી. દેશમાં બ્રાઝિલ, જર્મની, રશિયા, બ્રિટનથી વધારે કેસ આવી રહ્યા છે. દેશમાં કોરોનાના દર્દીઓના સ્વસ્થ થવાની ઝડપ પણ ઘણી વધારે છે. અત્યારસુધીમાં 95.41% એટલે કે 95 લાખથી વધુ લોકો રિકવર થઈ ચૂક્યા છે. 3.05 લાખ દર્દી એવા છે, જેનો ઈલાજ ચાલી રહ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 25,153 નવા કોરોના કેસ આવ્યા હતા. આ સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા 1 કરોડને પાર થઈ ગઈ છે. દેશમાં 95,50,712 લોકો કોરોના સામે જંગ જીતી ગયા છે અને 3,08,751 હાલ એક્ટિવ કેસ છે.
આઈસીએમઆરના જણાવ્યા મુજબ, શુક્રવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ 16 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં પોઝિટિવિટી રેટ સાત ટકા છે. 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક્ટિવ કેસ 20 હજારથી ઓછા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં સૌથી વધારે રિકવરી થઈ છે. કુલ રિકવરીના 52 ટકા મામલા આ પાંચ રાજ્યોમાં છે.
કોરોના સંક્રમિતોના હિસાબે ભારત વિશ્વનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી મામલે અમેરિકા બાદ ભારત છે. જ્યારે મોતના આંકડાની સખ્યામાં અમેરિકા, બ્રાઝિલ પછી ભારત ત્રીજા ક્રમે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આરોગ્ય
દેશ
દેશ
Advertisement