શોધખોળ કરો

Covid-19: દેશમાં છેલ્લા 24 કલાકમાં 103નાં મોત, 3,390 નવા કેસ, સંક્રમિત દર્દીઓની સંખ્યા 56 હજારને પાર

સૌથી વધુ ચિંતાનો વિષય મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી માટે છે, કારણ કે અહીં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં 17 હજારથી વધુ કેસ નોંધાય ચૂક્યા છે અને ગુજરાતમાં આંકડો 7 હજારને પાર પહોંચી ગયો છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજા આંકડા અનુસાર દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 56,342 પર પહોંચી ગઈ છે. જેમાંથી 16,539 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 1,886 ના મોત થઈ ચૂક્યા છે. એક દિવસમાં 3390 દર્દીઓ વધ્યા છે અને 103 લોકોનાં મોત થયા છે. જો કે, 1274 દર્દીઓ એક દિવસમાં સાજા પણ થયા છે. દર્દીઓનો રિકવરી રેટ 29.35 ટકા છે અને મૃત્યુ દર 3.34 ટકા છે. સૌથી વધુ ચિંતાનો વિષય મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી માટે છે, કારણ કે અહીં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં 17 હજારથી વધુ કેસ નોંધાય ચૂક્યા છે અને ગુજરાતમાં આંકડો 7 હજારને પાર પહોંચી ગયો છે. ગુરુવારના આંકડા અનુસાર 10 એવા રાજ્ય છે જ્યાં ભારતના 90.5 ટકા કોરોના સંક્રમિત કેસ સામે આવી રહ્યાં છે. જ્યારે 94 ટકા સંક્રમણથી મોથ પણ આ દસ રાજ્યમાં થઈ રહ્યાં છે. આ રાજ્યમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પંજાબ અને પશ્ચિમ બંગાળ દેશના કુલ કોરોના સંક્રમિત દર્દીઓમાં એકલા મહારાષ્ટ્રમાં 31.64 ટકા કેસ સામે આવ્યા છે. તેના બાદ ગુજરાતમાં 12.5 ટકા અને દિલ્હીમાં 10.44 ટકા કોરોનાના કેસ સામે આવ્યા છે. કયા રાજ્યમાં કેટલા મોત થયા ? સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 694, ગુજરાતમાં 425, મધ્યપ્રદેશમાં-193,  તેલંગણામાં 29, દિલ્હીમાં 66, પંજાબમાં 28, પશ્ચિમ બંગાળ 151, કર્ણાટકમાં 30, ઉત્તર પ્રદેશ 62, રાજસ્થાન-97, કેરળ-4, જમ્મુ-કાશ્મીરમાં 9, આંધ્રપ્રદેશ 38, બિહાર -5, તમિલનાડુ-37, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં બે-બે, ચંડીગઢ, આસામ અને મેઘાલયમાં એક એક મોત થયા છે. કયા રાજ્યામાં કેટલા કેસ ? આંધ્રપ્રદેશ- 1847, અંદમાન નિકોબાર-33, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-54, બિહાર-550, ચંદીગઢ-135, છત્તીસગઢ-59, દિલ્હી-5980, ગોવા-7, ગુજરાત- 7013, હરિયાણામાં-625, હિમાચલ પ્રદેશ -46, જમ્મુ કાશ્મીર-793, ઝારખંડ-132, કર્ણાટક-705, કેરળ-503, લદાખ-42, મધ્યપ્રદેશ-3552, મહારાષ્ટ્ર- 17974 , મણિપુર-2, મેઘાલય-12, મિઝોરમ-1, ઓડિશા-219, પોંડીચેરી-9, પંજાબ-1644, રાજસ્થાન- 3427, તમિલનાડુ-5409, તેલંગણા-1123, ત્રિપુરા-65, ઉત્તરાખંડ-61, ઉત્તર પ્રદેશ-3071 અને પશ્ચિમ બંગાળ-1548 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget