શોધખોળ કરો
દિલ્હીમાં કોરોના વકર્યો, 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ 6842 નવા કેસ અને 51 લોકોના થયા મોત
સ્વાસ્થ્ય વિભાગ મુજબ, દિલ્હીમાં અત્યાર સુધીમાં 4,09,938 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે.
દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો છે. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 6842 નવા મામલા સામે આવ્યા છે અને 51 લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમા કુલ મૃતકોની સંખ્યા 6703 પર પહોંચી છે.
સ્વાસ્થ્ય વિભાગ મુજબ, દિલ્હીમાં અત્યાર સુધીમાં 4,09,938 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે અને તેમાંથી 3,65,866 લોકો ઠીક થઈ ગયા છે. હાલ 37,369 એક્ટિવ કેસ છે.
મુખ્મંત્રી અરવિંદ કેજરીવાલે આજે કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં છેલ્લા થોડા દિવસોથી કોવિડ-19ના નવા મામલામાં વધારો થયો છે અને તેને મહામારીની ત્રીજી લહેર કહી શકાય છે. પરંતુ લોકોએ ગભરાવાની જરૂર નથી, સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
મુખ્યમંત્રીએ કહ્યું, શહેરમાં કોવિડ-19 દર્દીઓ માટે બેડની અછત નથી, કેટલીક ખાનગી હોસ્પિટલોમાં વેંટિલેટર યુક્ત આઈસીયુ બેડની તંગી છે, તેનું નિરાકરણ પણ એક બે દિવસમાં લાવી દેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement