શોધખોળ કરો
COVID- 19: સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- છેલ્લા 24 કલાકમાં 75 નવા કેસ, 4ના મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 75 નવા કેસ સામે આવ્યા છે અને ચાર લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 724 કેસ સામે આવ્યા છે

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 75 નવા કેસ સામે આવ્યા છે અને ચાર લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 724 કેસ સામે આવ્યા છે અને કોરોના વાયરસના કારણે દેશમાં 17 લોકોના મોત થયા છે. આજે મીડિયાને જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે મેડિતલ ઉપકરણોનો અછત ન થાય તે માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ બનાવાઈ છે. જેમાં નાગરિક ઉડ્ડયન, રેલવે બોર્ડ પ્રમુખ, મિલિટ્રી અફેયર્સ સચિવ સહિતના વરિષ્ઠ અધિકારીઓ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે વેન્ટિલેટરનીઅછત પૂરી કરવા માટે એક સાર્વજનિક ઉપક્રમને 10 હજાર વેન્ટિલેન્ટરનો ઓર્ડર આપવામાં આવ્યો છે. 30 હજાર વેન્ટિલેટર ભારત ઈલેક્ટ્રોનિક લિમિટેડથી ખરીદવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને ફેલાતા રોકવા માટે 1.4 લાખ કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી જ કામ કરવાની પરવાનગી આપી છે. આ સાથે જ લોકડાઉન વચ્ચે તમામ રાજ્ય સરકારને સૂચના આપવામાં આવી છે કે પ્રવાસી મજૂરોનું પલાયન રોકવા પર ધ્યાન આપે. તેમના માટે પર્યાપ્ત ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે.
વધુ વાંચો





















