શોધખોળ કરો
Advertisement
કોરોના સંકટમાં સરકાર હિન્દુ-મુસ્લિમો વચ્ચે તણાવ વધારી રહી છેઃ અરૂંધતિ રોય
અરૂંધતિએ કહ્યું, આ સંકટ મુસલમાનો પ્રત્યે ધૃણાનું છે. જે દિલ્હીમાં થયલા નરસંહાર બાદ તરત સામે આવ્યું છે. દિલ્હીમાં મુસ્લિમ વિરોધી કાનૂન સામે કરવામાં આવેલા પ્રદર્શનના કારણે હિંસા થઈ હતી.
નવી દિલ્હીઃ સામાજિક કાર્યકર્તા અરુંધતિ રોયે સરકાર પર કોરોના સંકટ દરમિયાન હિન્દુ-મુસ્લિમ વચ્ચે તણાવ વધારવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જર્મન ન્યૂઝ નેટવર્ક ડૉચે વેલેને કહ્યું કે, કોરોના સંકટને લઈ સરકારની રણનીતિથી બે સમુદાયો વચ્ચે ખાઈ વધશે. જેના પર દુનિયાએ નજર રાખવી જોઈએ. કોવિડ-19માં જે થયું તેનાથી ભારત અંગે બે ચીજો બહાર આવી છે, જેની આપણને સૌને ખબર છે. આપણે માત્ર કોવિડથી પીડિત નથી પરંતુ ધૃણા અને ભૂખના સંકટથી પણ ગ્રસ્ત છીએ.
અરૂંધતિએ કહ્યું, આ સંકટ મુસલમાનો પ્રત્યે ધૃણાનું છે. જે દિલ્હીમાં થયલા નરસંહાર બાદ તરત સામે આવ્યું છે. દિલ્હીમાં મુસ્લિમ વિરોધી કાનૂન સામે કરવામાં આવેલા પ્રદર્શનના કારણે હિંસા થઈ હતી. કોવિડ-19ની આડમાં સરકાર યુવા વિદ્યાર્થીઓની ધરપકડ કરી રહી છે. વકીલો, વરિષ્ઠ સંપાદકો, સામાજિક કાર્યકર્તાઓ અને બુદ્ધીજીવીઓ સામે કેસ દાખલ કરી રહી છે. ઘણાને તાજેતરમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
રાયે સરકારના પગલાની તુલના નાઝી હોલોકોસ્ટ સાથે કરી હતી. તેમણે કહ્યું, આરએસએસનું સંગઠન કે જેમાંથી મોદી આવે છે અને બીજેપીનો જન્મ થયો છે તેમણે પહેલા જ કહ્યું હતું કે ભારતે હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ. જેની વિચારધારા ભારતના મુસ્લિમોને જર્મનીના યહૂદીઓની જેમ જુએ છે. કોવિડનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવી રહ્યો છે તે તમે જોશો તો ખબર પડશે કે આ રણનીતિ કઈંક એવી છે જે યહૂદીઓની છબી બનાવવામાં ઉપયોગમાં લેવાઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement