શોધખોળ કરો

કોરોનાનો વાયરસ ચામડીને સ્પર્શે પછી કેટલા સમયમાં દૂર ના કરો તો લાગી શકે ચેપ ? જાણો મહત્વની વિગત

રીસર્ચ અનુસાર, ચામડી પર કોરોના વાયરસ 37 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર આઠ કલાક સુધી રહી શકે છે.

Coronavirus: તમામ પ્રયત્નો છતાં વૈશ્વિક મહામારી ખત્મ થવાનું નામ નથી લઈ રહી. નવા કરોના વાયરસને ધ્યાનમાં રાખીને અનેક રીસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, વાયરસ ક્યા કેટલો સમય સુધી જીવીત રહી શકે છે. પરંતુ હજુ સુધી એ વાત સામે નથી આવી કે વાયરસ વ્યક્તિની ચામડી પર કેટલો સમય સુધી જીવીત રહે છે. હવે તેનો જવાબ શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તમારી ચામડી કોરોના વાયરસની છે સૌથી મોટી વાહક વૈજ્ઞાનિકોએ લૈબ રીસર્ચ દ્વારા ઇન્ફલુએન્જા અને કોરોના વાયરસની ચામડી પર રહેવાની તુલનાત્મક અધ્યયન કર્યું છે. રીસર્ચમાં જાણવા મળ્યું છે કે, તમારી ચામડી કોરોના વાયરસની સૌથી મોટી વાહક હોઈ શકે છે. યૂનાઇટેડ સ્ટેટ્સ આર્મી મેડિકલ રિસર્ચ ઇન્ટિટ્યૂટ ઓફ ઇફેક્શિયલ ડિસીઝએ જુલાઇમાં રીસર્ચ કર્યું હતું. રીસર્ચ બાદ કહેવામાં આવ્યું કે, ચામડી ખાસ કરીને હાથની ચામડી પર કોરોના વાયરસ આઠ કલાકથી 14 દિવસ સુધી રહી શકે છે. અને ચામડી પર કોરોના વાયરસ રહેવા માટે તાપમાનની મોટી ભૂમિકા હોય છે. રીસર્ચ અનુસાર, ચામડી પર કોરોના વાયરસ 37 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર આઠ કલાક સુધી રહી શકે છે. જ્યારે જો તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય તો ચામડી પર કોરોના વાયરસ 22 કલાક સુધી રહી છે. જ્યારે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર કોરોના વાયરસ ચામડી પર 14 દિવસ સુધી રહી છે. ઇન્ફલુએન્જા વાયરસ અને કોરોના વાયરસનું અધ્યયન બીજા શબ્દોમાં કહીએ તો જેટલું તાપમાન જેટલું ઓછું હશે ચામડી પર કોરોના વાયરસના રહેવાની શક્યતા વધી જશે. રીસર્ચ અહેવાલ ‘ક્લીનિકલ ઇન્ફેક્શીસિયસ ડિસીઝ’માં પ્રકાશિત કરવામાં આવ્યો ચે. જેમાં ઇન્ફલુએન્જા વાયરસ અને કોરોના વાયરસનું અધ્યયન કરી કહેવામાં આવ્યું છે કે, ચામડી પર કોરોના વાયરસ નવ કલાક સુધી રહે છે જ્યારે ઇન્ફલુએન્જા વાયરસ ચામડી પર બે કલાક રહ્યા બાદ નિષ્ક્રિય થઈ જાય છે. રીસર્ચ અનુસાર, જ્યારે 80 ટકા ઇથેનોલવાળા હેન્ડ સેનેટાઈઝરનો ઉપોયગ કરવામાં આવ્યો તો ઇન્ફલુએન્જા વાયરસ અને કોરોના વાયરસ ચામડીમાંથી 15 સેકન્ડની અંદર નિષ્ક્રિય થઈ ગયો. સંશોધકોનું કહેવું છે કે 80 ટકા આલ્કોહોલયુક્ત હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ શરીરમાં દાખળ થતાં પહેલા વાયરસને મારવા માટે સારું સાબિત થઈ શકે છે. તેમનું એ પણ કહેવું છે કે, સાબુ અને પાણીથી બે મિનિટ સુધી હાથ ધોવા પણ પ્રભાવશાળી સાબિત થઈ સકે છે. માટે કોરોનાના ચેપથી બચવા માટે નિયમિત હાથ ધોતા રહેવું જોઈએ.

ટોપ સ્ટોરી

'તમામ તૂટેલા લગ્નને ક્રિમિનલ કેસ ના બનાવો', અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દહેજ ઉત્પીડનની FIR
'તમામ તૂટેલા લગ્નને ક્રિમિનલ કેસ ના બનાવો', અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દહેજ ઉત્પીડનની FIR
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget