કોરોનાના કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતાનું મોત, આ રાષ્ટ્રીય નેતાના પુત્રનો પણ કોરોનાએ લીધો ભોગ.....
વરિષ્ઠ કોંગ્રેસ નેતા એ કે વાલિયાનુ (A K Walia Death) આજે સવારે કોરોનાના કારણે નિધન થઇ ગયુ છે. એ કે વાલિયા કોરોનાથી (A K Walia Coroan) સંક્રમિત હતા અને એપોલો હૉસ્પીટલમાં (Apollo Hospital) તેનો ઇલાજ ચાલી રહ્યો હતો. વાલિયાએ દિલ્હીમાં શીલા દિક્ષિતની આગેવાની વાળી સરકારમાં એક મંત્રી તરીકે કેટલાય વિભાગોમાં જવાબદારી સંભાળી હતી.
નવી દિલ્હીઃ કોરોનાએ (CoronVirus) દેશમાં કેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે. સામાન્ય માણસોથી લઇને સેલેલ્સ અને હવે રાજનેતાઓ પણ (Politicians Corona) કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે, અને કેટલાક લોકોના મોત પણ થઇ રહ્યાં છે. શીલા દિક્ષિત (Sheila Dixit) સરકારમાં મંત્રી રહી ચૂકેલા વરિષ્ઠ કોંગ્રેસ નેતા એ કે વાલિયાનુ (A K Walia Death) આજે સવારે કોરોનાના કારણે નિધન થઇ ગયુ છે. એ કે વાલિયા કોરોનાથી (A K Walia Coroan) સંક્રમિત હતા અને એપોલો હૉસ્પીટલમાં (Apollo Hospital) તેનો ઇલાજ ચાલી રહ્યો હતો. વાલિયાએ દિલ્હીમાં શીલા દિક્ષિતની આગેવાની વાળી સરકારમાં એક મંત્રી તરીકે કેટલાય વિભાગોમાં જવાબદારી સંભાળી હતી.
ડૉક્ટર અશોક કુમાર વાલિયાનો (Ashok Kumar Walia) જન્મ દિલ્હીમાં 8 ડિસેમ્બર, 1948ના દિવસે થયો હતો. તેમને 1972માં ઇન્દોરની એમજીએસ મેડિકલ કૉલેજમાંથી એમબીબીએસની ડિગ્રી હાંસલ કરી હતી, અને તે એક સારા ફિઝીશિયન હતા. તે દિલ્હીની પહેલી, બીજી, ત્રીજી અને ચોથી વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. તે પોતાના ચોથા કાર્યકાળમાં લક્ષ્મીનગરથી ધારાસભ્ય રહ્યાં હતા. વળી પહેલાથી લઇને ત્રીજા કાર્યકાળ સુધી તે ગીતા કૉલોનીમાંથી ધારાસભ્ય રહ્યાં હતા.
એકે વાલિયા ઉપરાંત વધુ એક રાજનેતાના ઘરે કોરોનાએ શોકનો માહોલ પેદા કરી દીધો છે. સીપીએમ નેતી સીતારામ યેચુરીના (Sitaram Yechury) દીકરાની કોરોનાના કારણે મોત થઇ ગયુ છે. સીતારામ યેચુરીએ ટ્વીટ કરીને જાણકારી આપી કે તેમના મોટા દીકરા આશિષ યેચુરીનુ આજે સવારે કોરોના વાયરસના કારણે નિધન થઇ ગયુ છે. આશિષ (Ashish Yechury) કોરોના વાયરસથી સંક્રમિત હતો, ગુરુગ્રામના એક હૉસ્પીટલમાં તેનો ઇલાજ ચાલી રહ્યો હતો. આજે સવારે તેને છેલ્લો શ્વાલ લીધો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી છે.
આશિષ યેચુરીની ઉંમર લગભગ 35 વર્ષની હતી. લગભગ બે અઠવાડિયાથી તેનો કોરોનાનો ઇલાજ ચાલી રહ્યો હતો. સ્થિતિ ગંભીર હોવાથી તેને ગુરુગ્રામની મેદાંતા હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. પરંતુ તેને બચાવી શકાયો નહીં. આશિષ ઉપરાંત સીતારામ યેચુરીના પરિવારમાં તેની પત્ની અને દીકરી છે.
સીતારામ યેચુરીએ પોતાના ટ્વીટમાં લખ્યું- આ બહુજ દુઃખની સાથે કહેવુ પડી રહ્યું છે કે મે પોતાના મોટા દીકરા આશિષ યેચુરીને કૉવિડના કારણે આજે સવારે ગુમાવી દીધો છે. હુ તે તમામનો આભાર માનુ છુ જેમને આશા આપી અને જેમને તેનો ઇલાજ કર્યો. ડૉક્ટરો, નર્સ, સ્વાસ્થ્યકર્મી, સ્વસ્છતા કાર્યકર્તા અને અન્ય લોકો જે અમારી સાથે ઉભા રહ્યાં.
ભારતમાં કોરોનાએ તોડ્યા દુનિયાના તમામ રેકોર્ડ...
ભારતમાં કોરોનાએ વિકરાળ રૂપ લઇ લીધુ છે, અને દુનિયાના તમામ રેકોર્ડને ધરાશાયી કરી દીધા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ સવા 3 લાખ કેસો નોંધાયા છે, અને 2104 લોકોના મોત થયા છે.
ભારતમાં આજે પહેલીવાર એક દિવસમાં ત્રણ લાખથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ 27 કરોડ 27 લાખથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે, જેમાં 16.51 લાખ સેમ્પલ કાલ ટેસ્ટ કરવામાં આવ્યા. દરરોજ પૉઝિટીવિટી રેટ 19 ટકાથી વધુ છે.