Coronavirus Cases India: એક દિવસની રાહત બાદ ફરી કોરોનાએ માર્યો ઉથલો, વધુ 4157ના મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,08,921 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4157 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,95,955 લોકો ઠીક પણ થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં બે કલાકમાં કોરોનાના કેસમાં મોટા ઘટાડો થયો છે. જ્યારે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,08,921 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4157 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,95,955 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 71 લાખ 57 હજાર 795
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 43 લાખ 50 હજાર 816
- કુલ એક્ટિવ કેસ - 24 લાખ 95 હજાર 591
- કુલ મોત - 3 લાખ 11 હજાર 591
છેલ્લા 25 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
કેસ |
મોત |
25 મે |
1,96,427 |
3511 |
24 મે |
2,22,315 |
4454 |
23 મે |
2,40,842 |
3741 |
22 મે |
2,57,299 |
4194 |
21 મે |
2,59,551 |
4209 |
20 મે |
2,76,077 |
3874 |
19 મે |
2,67,334 |
4529 |
18 મે |
2,63,553 |
4329 |
17 મે |
2,81,386 |
4106 |
16 મે |
3,11,170 |
4077 |
15 મે |
3,26,098 |
3890 |
14 મે |
3,43,144 |
4000 |
13 મે |
3,62,727 |
4120 |
12 મે |
3,48,421 |
4205 |
11 મે |
3,29,942 |
3876 |
10 મે |
3,66,161 |
3754 |
9 મે |
4,03,738 |
4092 |
8 મે |
4,07,078 |
4187 |
7 મે |
4,14,188 |
3915 |
6 મે |
4,12,262 |
3980 |
5 મે |
3,82,315 |
3780 |
4 મે |
3,57,299 |
3449 |
3 મે |
3,68,147 |
3417 |
2 મે |
3,92,498 |
3689 |
1 મે |
4,01,993 |
3523 |
20 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 20 કરોડ 06 લાખ 62 હજાર 456 ડોઝ આપવામાં આવ્યા છે.
કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 33,48,11,496 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 25 મે ના રોજ 22,17,320 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.
આ રાજ્યમાં લોકડાઉન વચ્ચે પાદરીએ 500 લોકોને કર્યા ભેગા, અચાનક પોલીસ ત્રાટકીને......
ગુજરાત માટે હવે પછીના પાંચ દિવસ છે વરસાદી માહોલના, જાણો ક્યા ક્યા વિસ્તારમાં પડશે વરસાદ ?